________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદીની ધારા કરતાં ય વેગવંતી છે.' પરંતુ છાયા મારો હાથ પકડીને જલપ્રવાહમાં ખેંચી ગઈ. પાછળ પાછળ લલિતા પણ આવી ગઈ.
સૌમ્ય શીતલ ક્ષિપ્રાનાં જળ શરીર અને મન, બંનેને પોતાના મધુર સ્પર્શથી વીંટળાઈ વળ્યાં. હું દુઃખ, ગભરાટ અને અભિમાન ભૂલી ગઈ. હસતાં હસતાં ત્રણેય સખીઓએ એકબીજા પર પાણી ઉડાડ્યું. જલક્રીડામાં બધું જ ભૂલી ગઈ. લલિતાએ ફૂલની એક ડાળ પાણીના પ્રવાહમાં ફેંકીને કહ્યું : “જુઓ, આ ડાળને પહેલાં કોણ પકડી લે છે?'
અમે ત્રણ તરતાં ડાળ પકડવા તરતાં આગળ વધ્યાં. અમે ત્રણેય શોર મચાવતી ઉત્સાહમાં આવી ગઈ હતી. જલસોતમાં હું કેટલી આગળ નીકળી ગઈ, એનો ખ્યાલ ન રહ્યો. ડાળી ક્યાં ગઈ, એ પણ જોઈ શકી નહીં. જાણે હું તરી શકતી ન હતી, પ્રયત્ન વગર નદીના પ્રવાહમાં વહી રહી હતી. કોણ જાણે ક્યાં? સખીઓ પાછળ રહી ગઈ હતી. એમનો અવાજ પણ સંભળાતો ન હતો. હું વહે જતી હતી. હું સ્વપ્નમાં હતી કે જાગ્રત... એ પણ જાણી શકી ન હતી. અચાનક મને થયું : “ઉજ્જયિનીની રાજકુમારીને આવી ચંચળતા શોભા નથી દેતી. ધીરમતિ સ્થિરચિત્ત મયણાને આ શું થઈ ગયું?'
પરિસ્થિતિ માણસને કેટલો અસહાય કરી દે છે, પછી માણસ પરિસ્થિતિને ય બદલી નાખે છે. હું ગતિ બદલીને કિનારા તરફ પાછા ફરવાનું વિચારતી હતી, પણ ત્યાં સુધીમાં ભૂલી ગઈ કે મારું પોતાની જાત પર નિયંત્રણ જ નથી. દેહ અવશ, શક્તિહીન થઈ ગયો હતો.
હવે ભાગ્યને પ્રવાહના ભરોસે છોડ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. મૃત્યુ નિકટ આવી રહ્યું હતું. કોઈ પણ ક્ષણે વમળમાં ડૂબી જઈ શકતી હતી. સૂર્યાસ્તનો રંગ પશ્ચિમી આકાશને લાલ કરી રહ્યો હતો. મારા જીવનનો સંધ્યાકાળ થવા આવ્યો હોય, એમ લાગતું હતું.... એ ક્ષણે જીવન પ્રત્યે તીવ્ર મોહ પેદા થઈ ગયો! મન કહેતું હતું. બંને હાથ ફેલાવીને મને જ આલિંગન દઈને જળ સ્રોતમાંથી ખેંચી લઉં! જીવન કેટલું સુંદર છે, કેટલું પ્રિય છે! પોતાનું જીવન કેટલું કામ્ય હોય છે માનવીને! મનમાં ને મનમાં વિચારતી હતી... મારે મૃત્યુનો શીતળ સ્પર્શ કરવો પડશે.
હું આંખ મીંચીને સુસ્ત પડી પડી વહેતી હતી. લહેરો પર તરતા કોઈ ફૂલની જેમ હિલોળાતી હતી. ત્યાં તો સરયૂજળમાં સંધ્યાસ્નાન કરી
૧૭૮
માણા
For Private And Personal Use Only