________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨છે.
અમારા ઘરની અટારીમાં અમે ત્રણેય બેઠાં હતાં. હું, રાણા અને રાણાની માતા કમલપ્રભા - મારાં સાસુ.
હું અમારો વૃત્તાંત સંભળાવતી હતી. દૂર ક્ષિતિજ નજીક વિશાળ ગગનની નીલિમા હરિયાળી ધરતીને ગોદમાં સમાવતી મને દેખાતી હતી. ચિત્ત પ્રસન્ન હતું. હું પવન જેવી હળવી ફૂલ બની ગઈ હતી. આસપાસ ભાવિ જીવનનાં સુખસ્વપ્નનાં વલયો વણાતાં જતાં હતાં. સમસ્ત જગત મંદિર જેવું પ્રસન્ન અને પવિત્ર ભાસતું હતું.
મેં મારી સાસુ કમલપ્રભાને કહ્યું : “માતાજી! અમે બીજું આયંબિલ પણ સુખપૂર્વક કર્યું. મધ્યાહ્નકાળથી સંધ્યા સમય સુધી સિદ્ધપદ અંગે હું એમને સમજાવતી રહી. સંધ્યાકાલીન પ્રભુપૂજન અને સિદ્ધચક્રપૂજન કર્યા પછી અમે અમારા શયનખંડમાં ગયાં. લલિતા ઘરનું બધું કામ પતાવીને એના ઘેર ગઈ.
તેમણે મને કહ્યું : “આજે તો મારે તમારા જીવનની કોઈ રોમાંચક ઘટના સાંભળવી છે!” હું તેમના સામે જોઈ રહી. તેમના સુંદર મુખ પર સ્નેહની રેખાઓ અંકિત થઈ હતી. મેં મારા ભૂતકાળમાં ડૂબકી મારી. મારી જલક્રીડાનો પ્રસંગ યાદ આવ્યો.
અમે ત્રણ સખીઓ - હું, લલિતા અને છાયા - એક દિવસ ક્ષિપ્રાના તટ પર ગયાં હતાં. ક્ષિપ્રામાં પાણીનાં પૂર આવ્યાં હતાં. પણ પૂર ઓસરી રહ્યાં હતાં. છાયાએ જલક્રીડાની તૈયારી કરવા માંડી. હું ગભરાતી હતી. મેં કહ્યું : “છાયા! શું પૂરમાં જલક્રીડા થઈ શકે?'
છાયાએ નિર્ભયતા દેખાડીને કહ્યું : “બીક શાની? આ નદી ઊંડી નથી. પ્રવાહ પણ વેગીલો નથી. કદાચ વહાવી દેશે તો પણ ભગવાન તને બચાવી લેશે.. કે પેલો રાજ કુમાર.. જે તારા મૃત્યુ સમયે આવી પહોંચ્યો હતો
હું ખિજાઈ ગઈ. કહ્યું : “બસ, બસ કર છાયા! તારી કલ્પનાશક્તિ તો
મયણા
૧૭૭
For Private And Personal Use Only