________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવે સિદ્ધપદનું વર્ણન પૂર્ણ કરી મને કહ્યું : “હે ભદ્ર! સિદ્ધપદનું ધ્યાન કરવા માટે સિદ્ધોનું આટલું સ્વરૂપજ્ઞાન પર્યાપ્ત છે. તમારી તત્ત્વચર્ચામાં આ અંગે તું રાણાને તે તે વાતો સમજાવવાનો પ્રયત્ન કરજે .
વિશેષરૂપે તો સિદ્ધોનું લાલ રંગમાં એકાગ્ર ધ્યાન કરવાનું છે. મનને એક પદ્માસનસ્થ સિદ્ધની આકૃતિમાં સ્થિર કરી દેવાનું છે. પ્રયત્ન કરજો.'
અમે ગુરુદેવને વંદના કરી, ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી, પૌષધશાળાની બહાર નીકળ્યાં.
ઘરે આવ્યાં. લલિતાએ સસ્મિત અમારું સ્વાગત કર્યું. અમે એક ધાન્યનું (ઘઉનું) આયંબિલ કર્યું. લલિતાએ કહ્યું : મયણા! મારી ઇચ્છા થાય છે કે હું પણ આયંબિલ કરું!' ભલે, નવમા દિવસે આયંબિલ કરજે! બસ?' આયંબિલ કરીને તેમણે બે ઘડી વિશ્રામ કર્યો. તેમને ખૂબ સારી નિદ્રા આવી ગઈ. જ્યારે તેઓ જાગ્યા ત્યારે ખૂબ પ્રફુલ્લિત લાગતા હતા. હું વિચારવા લાગી :
દરેક માણસના જીવનમાં અસ્થિર પળો આવે છે, પણ લક્ષ્ય હોય છે સ્થિરતા, શાંતિ અને પરિપૂર્ણતા. હવે મારા જીવનમાં સ્થિરતા આવતી હોય એમ મને લાગતું હતું. શ્રી સિદ્ધચક્ર મહામંત્ર મારા હૃદયમાં સ્થિર થઈ રહ્યું હતું. તેઓ બોલ્યા : “શું વિચારમાં ડૂબી ગયાં, દેવી!' શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રનો વિચાર - એનો પ્રભાવ...' હું બોલી.
અદૂભુત છે એનો પ્રભાવ! હવે આ જીવનમાં કોઈ પળ એવી નહીં હોય કે હું એને ભૂલી શકીશ! તેઓ ગદ્ગદ્ થઈ ગયા.
પછી તો સિદ્ધપદ અંગે એમણે ઘણું પૂછયું. તેમને સમજાય એ રીતે ઉત્તર આપ્યા. તેમના મુખ પર તેજ પથરાયું હતું... સંતોષનું અજવાળુ રેલાયું હતું.
૧૭૬
અયા
For Private And Personal Use Only