________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોમળ જોઈએ. કઠોર નહીં, કૂર નહીં. કઠોર હૃદયથી કે હૃદયમાં ધ્યાન ન થઈ શક. ક્રૂર અને કઠોર હૃદય સ્થિર નથી બની શકતું. તે ચંચળ, અસ્થિર અને સ્વસ્થ હોય છે.
બીજી વાત છે નિર્લેપતાની. કમળ કાદવ-કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં તે વધે છે, પછી કાદવ અને પાણીને છોડી ઉપર રહે છે. કાદવ ને પાણીથી અલિપ્ત રહે છે. કમળદલ પર પાણી પડે કે નીચે સરી જાય, તેમ હૃદયને વિષયના વિકલ્પો, વિષયની વાસનાઓ સ્પર્શતાં જ નીચે સરી પડવી જોઈએ. “હૃદયકમળ’ પર વાસનાઓનું પાણી ટકે નહીં, વિકલ્પોનું પાણી ટકે નહીં. આવું હૃદયકમળ નવપદોનું નિવાસસ્થાન બને છે.
વિકલ્પો અને વાસનાઓ હૃદયને અપવિત્ર કરનારા છે. અસંખ્ય વિકલ્પવાસનાઓથી મલિન બનેલા હૃદયમાં નવપદનું ધ્યાન ન થઈ શકે. હૃદયકમળમાં નવપદોનું ધ્યાન કરવાનું છે. એ માટે તમને ‘કમળની કલ્પના કરતાં આવડવી જઈએ.
આંખો બંધ કરો. ખીલેલું કમળ જુઓ. ધીમે ધીમે કમળને નજીક લાવો. હૃદય પાસે લાવો. પછી એ કમળ હૃદયમાં ગોઠવાઈ જાય... તમે તમારા હૃદયને જ કમળરૂપે જુઓ. વચ્ચે કર્ણિકા અને એની આઠ પાંખડીઓ.
આ સિદ્ધ ભગવંતો ચૌદ રાજલોકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલા પર અવસ્થિત હોય છે. રાજા! તમને મયણા ચૌદ રાજલોકનું સ્વરૂપ સમજાવશે. તેના અગ્ર ભાગે ૪૫ લાખ યોજન પહોળી સિદ્ધશિલા રહેલી છે. તે સિદ્ધોની ભૂમિ છે. તેનાં જુદાંજુદ્ય નામો છે : ઇષત્પ્રાગુભારા, મુક્તિ, સિદ્ધિ, મુક્યાલય, સિદ્ધાલય, લોકાગ્રા વગેરે.
આ સિદ્ધોની ભૂમિ
શંખચૂર્ણ જેવી વિમલ છે. જ મૃણાલ, ચંદ્રીકરણ, તુષાર, ગોકીર જેવી શ્વેત-ધવલ ઉજ્જવલ હોય છે. આ સમગ્ર પૃથ્વી શ્વેત-સુવર્ણ જેવી હોય છે. * નિર્મળ છે, નિષ્પક છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ છે અને સુખપ્રદા
મહાનુભાવ! ઔદારિક, તૈજસ અને કાર્પણ - આ ત્રણ શરીરથી મુક્ત થયેલો અને જન્મ-જરા-મૃત્યુથી મુક્ત થયેલો આત્મા આ સિદ્ધભૂમિ પર, સિદ્ધક્ષેત્ર પર પહોંચી જાય છે.
મયા
૧૫
For Private And Personal Use Only