________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત હોય છે. તેનું સુખ અનાદિ નથી હોતું. સર્વે કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખ પ્રગટ થાય છે. માટે તેને “સાદિ' કહેવાય. સાદિ છે ને અનંત છે. સિદ્ધના સુખનો ક્યારેય અંત આવતો નથી. સિદ્ધ આત્માનું સુખ અનંત જ હોય.
(૨) બીજી વાત છે અનુપમ સુખની. સિદ્ધોના સુખને કોઈ ઉપમા આપી શકાતી નથી. એવી કોઈ ઉપમા જ નથી દુનિયામાં કે કહી શકાય - “સિદ્ધનું સુખ આના જેવું સુખ છે!” ના, કોઈ ઉપમા જ નથી.
(૩) ત્રીજું વિશેષણ છે અવ્યાબાધ. સિદ્ધોનું સુખ બાધારહિત હોય છે. પીડારહિત હોય છે. સંઘર્ષ વિનાનું હોય છે.
જો અમૂર્ત આકાશને આઘાત પહોંચે તો અમૂર્ત આત્માને આઘાત પહોંચે! સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોનું કોઈ પણ દુઃખ વિનાનું નિર્ભેળ સુખ હોય છે.
સિદ્ધ ભગવંતોને “બુદ્ધ' પણ કહેવાય છે. “પારંગત' પણ કહેવાય છે. અજર', “અમર” અને “અસંગ' પણ કહેવાય. » ‘બુદ્ધ' એટલે સમગ્ર વિશ્વને જાણનારા, » ‘પારંગત’ એટલે સંસારનો પાર પામી ગયેલા. હવે પાછા એમને
સંસારમાં આવવાનું જ નહીં. * “અજર' એટલે “જરા”રહિત. જરા એટલે વૃદ્ધાવસ્થા. સિદ્ધ ભગવંત
શરીરરહિત હોય એટલે વૃદ્ધાવસ્થા હોય જ નહીં. છે, “અમર'. સિદ્ધ ભગવંતોને મૃત્યુ નહીં. મૃત્યુ શરીરનું હોય છે. સિદ્ધોને
શરીર જ નથી હોતું એટલે મૃત્યુ ન હોય. » “અસંગ'. સિદ્ધ આત્માઓને કોઈ પુગલોનો સંગ ન હોય. એમની તો
આત્મજ્યોતિ અનંત આત્મજ્યતિઓમાં ભળી ગયેલી હોય છે. આપણે એવું ધ્યાન કરવાનું કે આપણી આત્મજ્યોતિ પણ સિદ્ધશિલા પર જઈને ત્યાં અનંત આત્મજ્યોતિમાં ભળી જાય છે!
ધ્યાન આપણા હૃદયમાં કરવાનું છે. હૃદયમાં કમળની કલ્પના કરો. અષ્ટદળ કમળની કલ્પના કરો. “કમળ'ની કલ્પના અર્થપૂર્ણ છે.
» કમળ જેવું કોમળ હોય છે, હૃદય તેવું કોમળ જોઈએ. * કમળ જેવું નિર્લેપ હોય છે, હૃદય તેવું નિર્લેપ જોઈએ. જે હૃદયમાં સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું છે, નવપદોનું ધ્યાન કરવાનું છે, તે હૃદય
૧૭૪
મણા
For Private And Personal Use Only