________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયણા, કેમ ભૂલી જાય છે? પરમાત્મા ઋષભદેવનો રાજા પર કેવો દિવ્ય અનુગ્રહ થયો છે? પછી શું બાકી રહે?” ગુરુદેવે સ્નેહભરી દૃષ્ટિથી એમની સામે જોયું. તેઓ શરમાઈ ગયા. તેમણે બે હાથ જોડી મસ્તક નમાવ્યું.
હવે હું સિદ્ધપદ સમજાવું છું. એકાગ્ર મનથી સાંભળજો. જે આત્મા પોતાના પર લાગેલાં આઠેય પ્રકારનાં કર્મોનો નાશ કરે છે તે આત્મા “સિદ્ધ' કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોનાં નામ આ પ્રમાણે છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આમાં પહેલાં ચાર “ઘાતી કર્મો કહેવાય. પછીનાં ચાર “અઘાતી કર્મો કહેવાય.
આ આઠ કર્મોના ક્ષયથી આત્માના મૂળભૂત આઠ ગુણો પ્રગટ થાય છે : ૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન પ્રગટે. ૨. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન પ્રગટે. ૩. મોહનીય કર્મના ક્ષયથી વીતરાગતા પ્રગટે. ૪, અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્ય પ્રગટે. ૫. નામકર્મના ક્ષયથી આત્મા અરૂપી બને. ૬. ગોત્રકર્મના ક્ષયથી આત્મા અગુરુલઘુ બને. ૭. આયુષ્યકર્મના ક્ષયથી આત્મા અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે. ૮. વેદનીયકર્મના ક્ષયથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય. સિદ્ધ ભગવંતો અનંતજ્ઞાન અને અનંતદર્શનથી બાહ્ય અને આંતરિક સમગ્ર વિશ્વને અર્થાતુ લોકને અને અલોકને પ્રત્યક્ષ જુએ છે તે જાણે છે! એ જ એમનો પરમ આનંદ હોય છે. વિશ્વના યથાર્થ દર્શન અને યથાર્થ જ્ઞાનમાંથી અપૂર્વ આનંદ અનુભવાય છે. એ આનંદનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે.
જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું જ શક્ય નથી, છતાં “નમો સિદ્ધાપ'નો જાપ કરનારાઓને સિદ્ધોના સુખની કલ્પના ઘણી ગમતી હોય છે.
મુક્ત-સિદ્ધ આત્માના શ્રેષ્ઠ સુખને ત્રણ વિશેષણ આપવામાં આવ્યાં છેઃ (૧) સાદિ-અનંત, (૨) અનુપમ, અને (૩) અવ્યાબાધ. (૧) મુક્ત-સિદ્ધિ આત્માનું સુખ પ્રારંભવાળું હોય છે. એના સુખની
મયા
૧૭૩
For Private And Personal Use Only