________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંથી કોઈ પાછું ન આવે, કોઈ નહીં ત્યાં લીલા...
ત્યાં તો જ્ઞાન-અમૃતનાં પાન... ગાવો ૦ જ્ઞાન અનંતું, વીર્ય અનંd, દર્શન પણ ત્યાં અનંત, સુખ અનતું, ક્ષાયિક સમકિત, શિવરમણીના કંત,
પામ્યા અક્ષયપદનાં દાન.. ગાવો ૦. અનંત અવગાહના સિદ્ધની રે, અચલ અરૂપી શુદ્ધ, નિરાકાર નિરંજન ગાવો, એ છે આતમબુદ્ધ,
એ તો ચિદાનંદ ભગવાન.... ગાવો ૦ સિદ્ધચક્રના બીજા પદમાં સિદ્ધ તણા ગુણ ગાયા, પરમાનંદ ઊલસે અંતરમાં લાગી સિદ્ધની માયા,
જાગ્યું! આજે આતમ જ્ઞાન... ગાવો ૦
લલિતાને ઘઉંના આયંબિલની તૈયારી કરવાનું કહીને અમે શ્રી ઋષભપ્રાસાદમાં ગયાં, પરમાત્માનાં દર્શન-પૂજન કરી સીધાં પૌષધશાળામાં પહોંચી ગયાં. ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી યોગ્ય સ્થાને બેસી ગયાં.
ગુરુદેવે “ધર્મલાભ' આશીર્વાદ આપી અમને અમારી આરાધના અંગે પૃચ્છા કરી. ગઈકાલની અને આજ સવારની પૂજા વગેરેની વાત કરી.
ગુરુદેવ! આપની પરમ કૃપાથી એમના મુખ પરથી અને હાથ-પગ ઉપરથી રોગનાં ચિહ્નો મટી ગયાં! જેવું એમના પર સ્નાત્રલ છાંટયું કે તરત જ ચામડીનો રંગ બદલાવા લાગ્યો! શરીરની અંદરની બળતરા તો ગઈ કાલે જ શાંત થઈ ગઈ હતી. એટલે ઘણા સમય પછી એમને ગાઢ નિદ્રા આવી! આ બધો આપનો પ્રભાવ છે, ગુરુદેવ!'
મારો પ્રભાવ નથી સુભગે, આ પ્રભાવ શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રનો છે. હજુ એના ઘણા ઘણા પ્રભાવો તમે અનુભવશો. જિનધર્મની આરાધનામાં અને પ્રભાવનામાં તમને સિદ્ધચક્ર-મહાયંત્ર ખૂબ જ સહાયક બનશે. હવે આજે મારે તમને સિદ્ધપદનો પરિચય કરાવવાનો છે. મયણા! તું તો નવતત્ત્વોમાં મોક્ષતત્ત્વને સમજેલી છે, પરંતુ આ પુણ્યશાળી રાજાને સિદ્ધપદ સમજાવવું છે. પછી તું પણ એમને સિદ્ધપદની... મોક્ષની... વાત કરજે.”
‘ગુરુદેવ! ગઈ કાલે પણ તેની સાથે અરિહંતપદની વાતો કરી હતી. હવે તેમનો જ્ઞાનાવરણીય કર્મનો સારો ક્ષયોપશમ થયો હોય એમ લાગે છે.'
૧૭૨
For Private And Personal Use Only