________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને કેવું પરમાત્મતત્ત્વ મળ્યું છે? મને કેવા સગુરુ મળ્યા છે?
આ બધું ચિંતન કરતાં કરતાં અરુણોદય થઈ ગયો. તેઓ જાગ્યા. જાગતાં જ “૮૫મધેવાય નમ:' બોલીને મારી સામે જોઈ ઇષત્ હસ્યા. ત્યાં દરવાજે ટકોરા પડ્યા. મેં દરવાજો ખોલ્યો. સામે લલિતા ઊભી હતી... મને ભેટી જ પડી. પછી મારા પગમાં પડી ગઈ. મેં એને બે હાથે પકડીને ઊભી કરી. તેને કંઈ બોલવું હતું પણ બોલી નહીં, સીધી એ ઘરમાં ચાલી ગઈ. કારણ કે એને પૂજનની બધી તૈયારી કરવાની હતી.
હું અને તેઓ - અમે સ્નાનાદિથી પરવાર્યા. પૂજાખંડમાં પ્રવેશ્યાં. લલિતાએ લગભગ બધી તૈયારી કરી દીધી હતી. અમે પહેલાં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરી, પછી સિદ્ધચક્ર-મહાયંત્રની પૂજા કરી. આજે સિદ્ધપદની આરાધના કરવાની હતી. અમે “ૐ હ્રીં શ્રી સિભ્યો નમઃ સ્વાહા' મંત્રનો જાપ કરવા માંડ્યા. મેં એમને સિદ્ધ ભગવંતની સામાન્ય કલ્પના આપી હતી. લાલ રંગમાં સિદ્ધપદનું ધ્યાન કરવાનું સમજાવ્યું હતું. અમે બંને જાપ-ધ્યાનમાં લીન બન્યાં.
ધીરે ધીરે તેઓને ધ્યાનસમાધિ લાગી ગઈ. હું તેમની પાસે બેસીને મધ્યમ સ્વરે “ૐ હ્રીં શ્રી સિદ્ધેયો નકર વાહનો મંત્રજાપ કરવા લાગી. એક ઘડી સુધી તેમની સમાધિ રહી. તેમના મુખ પરથી કુષ્ઠરોગના ડાઘ દૂર થઈ ગયા. પછી ધીરે ધીરે તેમણે આંખો ખોલી. મારા શરીરે હર્ષનો રોમાંચ થયો. મેં સ્નાત્રજલ કળશમાંથી લઈને એમના શરીર પર છાંટ્યું. ધીરે ધીરે એમના હાથ-પગ ઉપરના કુષ્ઠરોગના ડાઘ દૂર થઈ ગયા. જાણે કે નવી ચામડી આવી ગઈ. અમે ભાવપૂજામાં પ્રવૃત્ત થયાં. સિદ્ધ ભગવંતની સ્તવના શરૂ કરી :
(: આશાવરી) ગાવો સિદ્ધ તણા ગુણગાન
પ્રગટે, પૂરા આતમભાન.. ગાવો ૦. આઠ કર્મને ભસ્મ કરીને, નિજ સ્વરૂપ સુહાયા, આઠ ગુણો પ્રગટ્યા આતમના, અનુપમ વૈભવ પાયા,
બનવું સિદ્ધગુણમાં ગુલતાન... ગાવો ૦ શિવપુરમાં શુભ સ્થાન જમાયા, શુદ્ધ સ્ફટિકમય શિલા,
મયણ
૧૭૧
For Private And Personal Use Only