________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મના દાતા દેશક-નાયક, સારથિ સુંદર સોહે ચક્રવર્તી જિન ધર્મતીર્થના, નિરખત જન-મન મોહે, આતમ! અરિહંત-શાસન ગાવો.. આતમ ૦ કેવળજ્ઞાન ને કેવળદર્શન, ધારક તારક દેવા અનુભવ પ્રગટે અંતરમાં અભેદભાવે સેવા આતમ! અરિહંત ગુણ-ગણ ભાવો.... આતમ ૦
રાત ઊતરી આવી હતી.
લલિતા એના ઘરે ચાલી ગઈ હતી. એને મેં સાવધાન કરી હતી કે અહીંની કોઈ પણ વાત એના ઘરમાં નહીં કરવાની કે બીજા કોઈને ય નહીં કરવાની. આરાધનાની ગુપ્તતા જળવાવી અત્યંત જરૂરી હતી.
હવે ઘરમાં અમે બે જ હતાં. અમે સામસામે બેઠાં હતાં. અચાનક તેમની આંખો આંસુભીની થઈ ગઈ. મારી સામે જોઈને તેમણે કહ્યું :
દેવી, આ પૃથ્વી પર મનુષ્ય જ સૌથી વધુ દુઃખ પામે છે. કારણ કે સુખમાં ડૂબીને ય તે દુઃખ આપત્તિની આશંકા કરતો રહે છે. દુ:ખમાં ડૂબેલા હોય ત્યારે કેટલાક લોકો સુખની કલ્પના કરે છે. હા, દુઃખમાં જ સુખ છુપાયેલું રહે છે...'
મેં કહ્યું : “તમારી સાચી વાત છે. તમારી આંખનાં આંસુ એને જ સાબિત કરે છે. તમારાં આ અશ્રુબિંદુઓનું મૂલ્ય પણ વધી જાય છે. કારણ કે આ આંસ ઊગતા સૂર્યનાં સિંદુરી કિરણોને પ્રતિબિંબિત કરે છે! તમારા મુખની શોભા વધારે છે. સૂર્યકિરણો પોતે મહિમામય બની જાય છે. જીવનમાં આંસુનું ય મૂલ્ય છે. દુઃખની પાછળ સુખ લપાયું છે. જે બનવાનું છે તે તો બનશે જ. માટે સુખની ક્ષણોમાં આનંદ માણી લેવો!!
અમે વાતો કરતાં કરતાં નિદ્રાધીન થયાં. બીજા દિવસે બ્રાહ્મમુહૂર્તમાં હું જાગી ગઈ. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી, એમના જાગવાની રાહ જોવા લાગી. હું આત્મસ્મરણમાં લીન બની. હું કોણ છું? હું ક્યાંથી આવી છું ? કઈ ગતિમાં જઈશ?અહીં હું કયો પુરુષાર્થ કરી રહી છું?
૧૭૦
માણા
For Private And Personal Use Only