________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રંથો ભણી... હવે કર્યો ગ્રંથ ભણું?'
ગુરુદેવ હસીને બોલ્યા : ‘જ્ઞાનના માટે ગ્રંથો ઓછા છે? આ વિશાળ વિશ્વ તો ગ્રંથાગાર છે. આ સૃષ્ટિમાં જીવાણુઓથી માંડીને ગ્રહ-નક્ષત્રો સુધી બધા એના એક-એક ગ્રંથ છે! એક-એક ચૈતન્ય સાથેની પળપળની અનુભૂતિ એ ગ્રંથનાં પાનાં છે. જીવનની પ્રત્યેક અનુભૂતિ અધ્યયનનો વિષય છે. બાકી તો હું સુભગે! જ્યારે આત્મા અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની બનશે ત્યારે જ જીવનની શ્રેષ્ઠતમ જ્ઞાનસંપદા પ્રાપ્ત થશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ જાણે ત્યારે મારા ભવિષ્યનું સાચું વર્ણન કરી ગયા હતા. હું અનેક કલ્પનાઓ કરતી હતી... એ કલ્પનાઓને કાર્યોમાં ગૂંથીને તૃપ્તિ પામતી હતી.
માણા
આજની જ કેવી અનુભૂતિ છે! શું આજનું પરમાત્મપૂજન, સિદ્ધચક્ર મહાયંત્રનું પૂજન... ગુરુદેવે કહેલું સમજાવેલું શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ... આયંબિલનું તપ... અને આ મારા ભર્તારના નિર્દોષ પ્રશ્નો... મારા હૃદય પરથી કદીય નહીં ભૂંસાય એવી આ અનુભૂતિ અંકિત થઈ ગઈ છે.
સંધ્યા સમયે અમે અમારા જ ઘરમાં બિરાજમાન કરેલા પ્રભુની સમક્ષ અને સિદ્ધચક્ર-મહાયંત્રની સમક્ષ આરતી ઉતારી. પ્રભુની સ્તવના કરી. (શંગ : આશાવરી)
આતમ! અરિહંતનાં ગીત ગાવો.
આતમ! ભગવંતનાં ગીત ગાવો.
જાપ જપો અરિહંત તણો સૌ અંતરના એક તારે, કર્મ ટળે, સહુ સુખ મળે ને, ઊતરો શિવના કિનારે, આતમ! અરિહંત ઉરમાં વસાવો...
પુરુષોમાં ઉત્તમ ને સિંહ, પુંડરિક ગંધહસ્તી,
લોકમાં ઉત્તમ, લોકના નાથ, હિતકારી બ્રહ્મમસ્તી... આતમ! અરિહંત શરણે જાવો...
દીપક સમ ને ઉદ્યોતકારી, અભય-નયનના દાતા, માર્ગ બતાવે, બોધિ આપે, શરણાગતના ત્રાતા. આતમ! અરિહંતપૂજા રચાવો... આતમ ૭
For Private And Personal Use Only
૧૩૯