________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫ સે.
અમે ઘેર આવીને આયંબિલ કર્યું. લલિતાએ ભાત રાંધીને તૈયાર રાખ્યા હતા. એક જ ધાન્યનું અમે આયંબિલ કર્યું હતું. તેમને (રાણાને) આયંબિલ સારી રીતે થયું હતું.
આયંબિલ કર્યા પછી એમણે, જે જે વાતો ગુરુદેવે કહેલી સમજાણી ન હતી, તે મને પૂછવા લાગ્યા. મેં પ્રેમથી એમના પ્રશ્નો સાંભળ્યા અને ખૂબ જ સ્નેહ-સહાનુભૂતિથી ઉત્તરો આપ્યા. કારણ કે મેં ઘણાં ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કરેલું હતું. પૂજ્ય આચાર્યદેવે પણ મને ભણાવેલી અને મહાપંડિત સુબુદ્ધિએ પણ મને જ્ઞાન આપેલું હતું.
મારા પિતા અને ગુરુ, બંને કહેતા કે હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. હું બહુ જલદી અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગઈ હતી. ગણિત, સંગીત, ચિત્રકળા, પાકકળા, કાવ્યરચના, ધર્મશાસ્ત્રો... વગેરે ઘણી વિદ્યાઓમાં નિપુણ થઈ હતી. કાવ્ય લખવાની ધૂન પણ મને હતી. પરમાત્માના મંદિરમાં તો સહજ રીતે કાવ્ય ફુરતાં રહેતાં. નૃત્યમાં તો મારી પૂરા દેશમાં શ્રેષ્ઠતા હતી. પણ મેં ક્યારેય રાજસભામાં નૃત્ય નથી કર્યું. પરમાત્માના મંદિરમાં જ નૃત્ય કરતી. છતાં ધર્મગ્રંથો ને અધ્યાત્મશાસ્ત્રો અંગે મારે પૂજ્ય ગુરુદેવ સાથે વાર્તાલાપ થતો. તેઓ મારી શંકાઓનું સરસ સમાધાન કરતા. એક દિવસ તો જરા અકળાઈને પૂજ્ય ગુરુદેવને પૂછી બેઠી હતી : “સૃષ્ટિના બધા ગ્રંથો, બધાં શાસ્ત્રોનું જ્ઞાન પામવા આજીવન પર્યાપ્ત ન હોય તો માણસ શો ઉપાય કરે ?'
ગુરુદેવ હસી પડ્યા. ‘તારું નામ મયણા નહીં પણ તૃષ્ણા વધુ યોગ્ય હોત! ભદ્ર, તૃષ્ણા દુઃખ દેનારી હોય છે, પરંતુ જ્ઞાનની તૃષ્ણા આનંદમયી હોય છે. એક જન્મમાં તો શું, હજાર જન્મોમાં ય નથી છિપાતી! જ્ઞાનપાન કરતા રહો, તૃષા વધારે પ્રબળ થતી જશે. તૃષ્ણા ન રહે તો જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બંધ થઈ જાય!''
મેં હર્ષથી પૂછ્યું : “આપ પાસેથી અને પંડિતજી સુબુદ્ધિ પાસેથી ઘણા
૧૩૮
મયણ
For Private And Personal Use Only