________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમના “તીર્થંકરનામકર્મના ઉદયથી એમનો જે પ્રભાવ પ્રગટે છે, પુણ્યકર્મનો ઉત્કૃષ્ટ ઉદય આવે છે ત્યારે એમની આસપાસની સૃષ્ટિ કેવી સર્જાય છે, એનો પરિચય કરાવું છું.
“તીર્થંકર નામકર્મના ઉદયથી અરિહંત પરમાત્માને આઠ પ્રકારની શોભા પ્રાપ્ત થાય છે. દેવો “સમવસરણ'ની રચના કરે છે. તેમાં અરિહંત બેસીને ધર્મદશના આપે છે.
સમવસરણમાં વિશાળ અશોકવૃક્ષની છાયા પથરાયેલી હોય છે. પ્રભુની ઉપર ત્રણ છત્ર હોય છે. પ્રભુના મસ્તકની પાછળ દેદીપ્યમાન ભામંડલ હોય છે. પ્રભુ રત્નજડિત સિંહાસન પર બિરાજમાન હોય છે. બે બાજુ ઊભા ઊભા દેવ ચામર ઢાળે છે. આકાશમાંથી દેવો પુષ્પવૃષ્ટિ કરે છે, દુંદુભિ વગાડે છે અને દિવ્ય ધ્વનિ કરે છે.
અદૂભુત વાતાવરણ સર્જાય છે. પ્રભુની દિવ્ય મહિમાવાળી વાણી વરસે છે. દેવો, મનુષ્યો, પશુ-પક્ષીઓ સહુ પોતપોતાની ભાષામાં અરિહંત પ્રભુનો ઉપદેશ સાંભળે છે ને સમજે છે.
સમવસરણમાં આઠ પ્રકારની શોભા સાથે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું છે.
એવી જ રીતે અરિહંતનું ધ્યાન ચાર અતિશયોથી પણ કરવાનું છે. એ પ્રભુનું જ્ઞાન અનંત હોય છે. લોકાલોકવ્યાપી હોય છે. આને
જ્ઞાનાતિશય' કહેવાય. * અરિહંતનાં વચનો - તેમની વાણી દરેક જીવ પોતપોતાની ભાષામાં
સમજે, આને “વચનાતિશય' કહેવાય. જ દેવ-દેવેન્દ્રો અને રાજા-મહારાજાઓ વગેરે બધા જ શ્રેષ્ઠ લોકો
અરિહંતની પૂજા કરે છે, આને “પૂજાતિશય' કહેવાય. અરિહંત પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આસપાસ રોગ-મારી-મરકી વગેરે દૂર થઈ જાય. આને “અપાયાપરમ અતિશયકહેવાય. અને છેલ્લે અરિહંત પ્રભુની એક વિશેષ ઓળખાણ કરાવું તેઓ ભયવિજેતા હોય છે! પરમાત્માને કોઈ ભય ન હોય. એમને કોઈનો ય ભય ન હોય. એટલું જ નહીં, એમના શરણે રહેનાર પણ ભયવિજેતા બને! માટે તમે બંને પતિ-પત્ની
૧૬૩
અયા
For Private And Personal Use Only