________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના હોય છે. એક પુણ્યકર્મ બંધાવે, બીજો પાપકર્મ બંધાવે. અરિહંત પરમાત્મા આ બંને પ્રકારના રાગથી મુક્ત હોય છે, અર્થાત્ રાગવિજેતા હોય છે.
એવી રીતે પરમાત્મા ‘ષવિજેતા હોય છે. તેઓ પ્રશસ્ત દ્વેષ નથી કરતા, અપ્રશસ્ત હૈષ પણ નથી કરતા. અર્થાત્ તેઓ ક્યારેય ક્રોધ નથી કરતા, ક્યારેય માન-અભિમાન નથી કરતા. નથી જીવો પ્રત્યે દ્વેષ કરતા, નથી જડ દ્રવ્યો પ્રત્યે દ્વેષ કરતા. ન પાપો પ્રત્યે દ્વેષ, ન પુણ્ય પર રાગ.
અરિહંત પરમાત્મા ઇન્દ્રિયવિજેતા હોય છે. જેમ આપણને પાંચ ઇન્દ્રિયો છે તેમ અરિહંત પરમાત્માને પણ પાંચ ઇન્દ્રિયો હોય. ઇન્દ્રિયોના બે પ્રકાર હોય છે : દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય, પુદ્ગલમય જડ ઇન્દ્રિય દ્રવ્યન્દ્રિય કહેવાય. આત્મપરિણામરૂપ ઇન્દ્રિય ભાવેન્દ્રિય કહેવાય. “અરિહંત' પરમાત્મા બંને પ્રકારી ઇન્દ્રિયોના વિજેતા હોય છે.
આપણે આપણી પાંચેય ઇન્દ્રિયોથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો બોધ અને ભોગ કરીએ છીએ. ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય છે. આત્મા, મન અને ઇન્દ્રિયો દ્વારા પાંચેય પ્રકારના અસંખ્ય વિષયોમાં ભટક્યા કરે છે અને ઘોર પાપકર્મ બાંધે છે. આપણે ઇન્દ્રિયોના દાસ છીએ. જો આપણે ઇન્દ્રિયો પર વિજય મેળવવો હોય તો અરિહંતનું ધ્યાન ઇન્દ્રિયવિજેતારૂપે કરવું જોઈએ.
પરમાત્મા અરિહંત પરિષહવિજેતા હોય છે. ૨૨ પ્રકારનાં કષ્ટો તે ૨૨ પરિષહ. સાધુપુરુષ સમતાભાવે આ ૨૨ પરિષહો સહન કરે. ભૂખ, તરસ, ગરમી, ઠંડી, ડાંસ-મચ્છર વગેરે કષ્ટોને અરિહંત સહજભાવે સ્વીકારે એવા અરિહંતનું પરિષહવિજેતારૂપે ધ્યાન કરવાથી આપણામાં પણ કષ્ટો સમતાભાવે સહન કરવાની શક્તિ પ્રગટે.
અરિહંત પરમાત્મા ઉપસર્ગ-વિજેતા હોય છે. ઉપસર્ગ એટલે સંકટઆપત્તિ-ઉપદ્રવ. દેવો તરફથી, મનુષ્યો તરફથી અને પશુ-પક્ષીઓ તરફથી આવા ઉપસર્ગ થતા હોય છે, એવા ઉપસર્ગો થાય ત્યારે અરિહંત પરમાત્મા મેરુપર્વતની જેમ અડગ, નિર્ભય અને નિશ્ચલ રહે છે. આ રીતે અરિહંતનું ઉપસર્ગ-વિજેતારૂપે ધ્યાન કરવાથી આપણામાં પણ કષ્ટો સહવાની શક્તિ પ્રગટે છે.
આ રીતે આપણે અરિહંત પરમાત્માની ગુણાત્મક ઓળખાણ કરી. હવે
મયણા
૧૯૫
For Private And Personal Use Only