________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊછળે. તેમાં બેસનારા મુસાફરો ગભરાઈ જાય. “શું થશે? નાવ ડૂબી જશે તો?” ત્યારે કુશળ નાવિક યાત્રિકોને ધરપત આપે છે : “ચિંતા ના કરો. હું નાવને ડૂબવા નહીં દઉં. હા, તમે નાવમાંથી સાગરમાં કુદી ના પડતા. ગમે તેવી આંધી આવે કે ગમે તેવું તોફાન આવે, તો ય હું તમારી રક્ષા કરીશ.” જે અરિહંતના શરણે રહે છે તેને અરિહંત ડૂબવા દેતા નથી. કારણ કે તેઓ ભવસાગરમાં તરતી આપણી જીવનનૈયાના કુશળ નાવિક છે!
ભૂમિમાર્ગે ભવજંગલમાંથી પસાર થતા આપણા તેઓ “મહાગોપ છે', એટલે કે રખેવાળ' છે. સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૃત્યુ વગેરે જંગલી પશુઓ છે. એ પશુઓથી બચાવનાર એક માત્ર મહાનગોપમહાગોવાળ અરિહંત પરમાત્મા છે. જેમ ગોવાળ એક બાજુ ઊભો રહી, પોતાના પશુઓ તરફ નજર ફેરવતો પશુઓની રક્ષા કરે છે, તેવી રીતે અરિહંત આપણી રક્ષા કરે છે. હા, આપણે તેમની આજ્ઞા માનવી જોઈએ, પશુઓ જેમ ગોવાળની આજ્ઞા માને છે તેમ! આપણે ઇચ્છતા હોઈએ કે અરિહંત પરમાત્મા અમારી રક્ષા કરે', તો તેઓ જરૂર રક્ષા કરે છે. આ રીતે ‘રિહંત' પરમાત્મા
મહાગોપ-મહાગોવાળ છે, આ મહાન નાવિક છે, આ મહાન સાર્થવાહ છે, આ મહાન માર્ગદર્શક છે.
આ ઓળખાણ “પરમાત્મા કેવી રીતે જીવોના ઉપકારી છે', એ દૃષ્ટિથી કરાવી. હવે અરિહંત પરમાત્માના વિશિષ્ટ ગુણવૈભવ દ્વારા એમની ઓળખાણ કરાવું છું.
અરિહંત પરમાત્મા રાગવિજેતા છે', આ એમની પહેલી અને અદ્વિતીય વિશેષતા છે. રાગ ત્રણ પ્રકારના હોય છે : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો રાગ એ કામરાગ કહેવાય. કોઈ વ્યક્તિ પ્રત્યેનો રાગ હોય તે સ્નેહરાગ કહેવાય. પોત-પોતાના ધર્મ-દર્શનનો રાગ હોય તે દૃષ્ટિરાગ કહેવાય. આ ત્રણેય પ્રકારના રાગ પ્રશસ્ત (સારા) અને અપ્રશસ્ત (નરસા) બે
૧૬૪
માણા
For Private And Personal Use Only