________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે પ્રેમની પરાકાષ્ઠા. તે પરાકાષ્ઠા મૌનમાં પરિણમે છે. અરિહંત પરમાત્માની સારી અને સાચી ઓળખ થાય એટલે એમના પ્રત્યે પ્રેમનાં પૂર ઊમટે. પછી એમના ધ્યાનમાં તન્મય બની જવાય.”
પરમાત્મા અરિહંતનો પ્રભાવ, એમનો મહિમા અનંત છે. આપણી કલ્પનાશક્તિ સીમિત છે. સીમિત કલ્પનાથી અનંત-અપાર મહિમા કેમ કરતાં સમજાય? તે છતાં થોડીક વાતોથી અરિહંત પરમાત્માનો પરિચય કરાવું છું.
આ સંસાર એક ભયંકર અટવી છે, જંગલ છે. તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જંગલમાં કોઈ રાજમાર્ગ નથી કે કોઈ પગદંડી પણ નથી. આવી અટવીમાં કોઈ માર્ગદર્શક જોઈએ. કોઈ ભોમિયો જોઈએ કે જે આપણને મોક્ષ સુધી, શિદ્ધશીલા સુધી પહોંચાડી દે! અરિહંત પરમાત્મા જ એવા પથપ્રદર્શક છે, ભોમિયો છે કે જેઓ મોક્ષમાર્ગ બતાવે છે. “મોક્ષ' એટલે અચલ... અક્ષય... અનંત.... અવ્યાબાધ સ્થાન. એ સ્થાને પહોંચવાનો માર્ગ બતાવે છે. મોક્ષ એટલે જ્યાં પરમ સુખ અને પરમ શાંતિ છે, ત્યાં જવાનો માર્ગ બતાવે છે. માર્ગ બતાવનારનું મહત્ત્વ તે સમજે છે કે જે જાણે છે : “હું ભૂલો પડ્યો છું...” જેને રસ્તો જડતો ન હોય. જેને જંગલનાં હિંસક પશુઓનો ભય લાગતો હોય.
આપણે ખરેખર ચૌદ રાજલોકમય વિશાળતમ વિશ્વના અરણ્યમાં ભૂલા પડેલા છીએ. આપણે મોક્ષમાર્ગે ચઢવા બેબાકળા બનીએ. માર્ગદર્શકને પોકારીએ તો અરિહંત પરમાત્મા મળી જાય. આપણે તેમને માર્ગદર્શકરૂપે ઓળખીએ. તેઓ પરમ કરુણાવંત છે.
તેઓ મોક્ષમાર્ગ ચીંધનારા છે, એટલું જ નહીં, તેઓ માર્ગમાં જીવોને - આપણને સાથ આપે છે માટે તેઓ “સાર્થવાહ” છે! સાથ આપે તે સાર્થવાહ કહેવાય. અરિહંત પરમાત્મા આ ભયાનક ભવના જંગલમાં આપણને સથવારો આપે છે. માર્ગનું જ્ઞાન તો આપે જ છે, સાથ પણ આપે છે. જંગલના માર્ગમાં પારાવાર મુશ્કેલીઓ આવી શકે, ડાકુ-લૂંટારા આક્રમણ કરી શકે, જંગલી પશુઓ પણ ધસી આવે, તે વખતે સાર્થવાહ આપણી રક્ષા કરે છે. હા, આપણે સાર્થવાહની સાથે ચાલવું જોઈએ.
તમે ભૂમિમાર્ગે મુસાફરી નથી કરતા, સમુદ્રમાર્ગે યાત્રા કરો છો. સંસારને સાગર કહેવામાં પણ આવ્યો છે. સાગરમાં તોફાન આવે. નાવડી-જહાજ
માણા
૧૬૩
For Private And Personal Use Only