________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતારો કર્મોનો ભાર જિનવર, ઉતારો કર્મોનો ભાર. પ્રાણ રે પંખેરું ઝૂરે પાંજરે ખોલો ને એનાં દ્વાર.... જિનવર ૦ ઉતારો વેદનાના ભાર ને આકુળ ઉરના ઓથાર... કુણાં રે કિરણો જ્ઞાનપ્રકાશનાં પ્રગટાવો તેજ ફુવાર... જિનવર ૦ આવો રે જિનવર દુઃખ વારતા હરતા જડતાનો ભાર સુખનાં સર્જન કરી સાચલાં રેલતા અમરત-ધાર... જિનવર 0
અમે વિધિપૂર્વક પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પૂજ્ય ગુરુદેવ પાસે શ્રમણ બેઠા હતા. તેમનો વાર્તાલાપ ચાલતો હતો. અમે વંદના કરી. કુશળપૃચ્છા કરી. ગુરુદેવે જમણો હાથ ઊંચો કરી “ધર્મલાભ”ના આશીર્વાદ આપ્યા. તમે નિશ્ચિત સમયે આવી ગયાં છો.” ગુરુદેવ બોલ્યા. “પ્રભો! આપના માર્ગદર્શન મુજબ વહેલી સવારે અમે બંનેએ શ્રી સિદ્ધચક્ર મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરી. મંત્રજાપ કર્યો અને શ્રી અરિહંતપદનું ધ્યાન કર્યું.
ગુરુદેવ, હવે આપના શ્રીમુખે અરિહંતપદનો મહિમા સાંભળવાની ઇચ્છા છે. આ ઉંબરરાણા) તો ધર્મક્ષેત્રમાં સાવ નવા જ છે એટલે આપના મુખે શ્રવણ કરવાથી એમનો આત્મા વિશેષ જ્ઞાનપ્રકાશ પામી શકશે.”
પૂજ્ય ગુરુદેવે ખૂબ સરળ ભાષામાં તેઓ (રાણા) સમજી શકે એવી શૈલીમાં પહેલા “અરિહંતપદ્રને સમજાવવાનો પ્રારંભ કર્યો.
“હે મહાનુભાવ! આજે “રિહંત'નું ધ્યાન કરવાનો દિવસ છે. ધ્યાન કરતાં પહેલાં જેમનું ધ્યાન કરવાનું હોય તેમની ઓળખાણ કરવી જોઈએ. એ ઓળખાણથી એમના પ્રત્યે એવો રાગ-અનુરાગ હૃદયમાં પ્રગટ થઈ જાય કે આપણે તેમની સામે જોઈએ કે તેમના ધ્યાનમાં મગ્ન થઈ જઈએ. જેમના પર ખૂબ અનુરાગ હોય તેમનામાં સહજ રીતે લીન બની જવાય છે. આ ૧૬૨
માણા
For Private And Personal Use Only