________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માના તથા સિદ્ધચક્ર મહામંત્રના અભિષેકનું પાણી ખોબામાં લઈ મેં રાણા ઉપર છાંટયું. તેમની આંખો બંધ થઈ ગઈ. તેમને સમાધિ લાગી ગઈ. મેં મધ્યમસૂરે મંત્રગાન શરૂ કર્યું :
ॐ ह्रीं नमो अरिहंताणं ॐ ह्रीं नमो सिद्धाणं ॐ ह्रीं नमो आयरियाणं ॐ ह्री नमो उवज्झायाणं ॐ ह्रीँ नमो लोएसव्वसाहूणं
ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ત્યારબાદ “શ્રી સિદ્ધવ ત૬ નમામિ' લોકપંક્તિનું વારંવાર ગાન કરવા માંડ્યું. લગભગ એક ઘટિકા (૨૪ મિનિટ) પર્યત હું આ ગાન કરતી રહી અને તેમણે આંખો ખોલી. બે હાથ જોડ્યા. પ્રભુના ચરણે અને મહાયંત્રના ચરણે પ્રણામ કર્યા. પછી મારી સામે હાથ જોડીને બોલ્યા:
દેવી! મને જે શરીરની અંદર બળતરા થતી હતી, પીડા થતી હતી, તે શાંત થઈ ગઈ છે. હે ભગવતી! આ ભગવાન ઋષભદેવનો અને આ ગુરુદેવે આપેલા સિદ્ધચક્ર મહામંત્રનો પ્રભાવ છે અને વિશેષ રૂપે તો તમારી શ્રદ્ધાનું આ પહેલું પુષ્પ ખીલ્યું છે! તમને પ્રણામ!”
અરે મારા નાથ, પ્રભુની સમક્ષ આમ મારા ગુણ ન ગવાય...”
ગવાય. પ્રભુ જ કહે છે કે ઉત્તમ સ્ત્રી-પુરુષોના ગુણ સર્વત્ર ગવાય. તારા ઉપકારોને તો કોઈ જનમમાં નહીં ભૂલી શકાય.
અમે આરતી ઉતારીને પૂજનવિધિ પૂરી કરી હતી. લલિતાને બોલાવીને એના મસ્તકે પણ પ્રભુનું અભિષેક-જલ છાંટ્યું. અમે ખંડની બહાર નીકળ્યાં.
અમે લલિતાને ઘર ભળાવીને જિનમંદિરે તથા પૌષધશાળાએ જવા નીકળ્યાં. એ જ પૂજનનાં શ્વેત વસ્ત્રો પહેરેલાં હતાં.
પહેલાં જિનમંદિરમાં જઈ પ્રભુનાં દર્શન-વંદન-પૂજન કર્યા. આજે અરિહંતપદ'ની આરાધનાનો પહેલો દિવસ હતો એટલે ખૂબ જ ઉલ્લાસથી પ્રભુની ભાવ-સ્તવના કરી :
મયણા
૧૧
For Private And Personal Use Only