________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
૧૭૦
આજ આસો મહિનાની શુક્લા સપ્તમી હતી.
છઠની રાત્રે અમે બંનેએ સવારે વહેલા ઊઠી જવાનું નક્કી કર્યું હતું. પહેલાં હું જાગી ગઈ હતી. થોડી જ વારમાં તેમના મુખમાંથી ‘ૠષમાય નમ:' નો અસ્ફુટ ધ્વનિ અનાયાસ જ પ્રગટ થયો. તેમણે આંખો ખોલી, મારી સામે જોયું. હું આનંદવિભોર હતી.
ઊઠીને પહેલું કામ સ્નાનાદિથી પરવારવાનું હતું. લલિતા આવી ગઈ હતી. બાજુના નાના પણ સુંદર ખંડમાં ચાંદીના બાજોઠ ઉપર ભગવાન ઋષભદેવની રત્નપ્રતિમા પધરાવી હતી અને એની આગળ બીજા એવા જ મણિજડિત બાજોઠ પર સિદ્ધચક્ર યંત્ર સ્થાપિત કર્યું હતું. એની પાસે જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મૂકી હતી. ખંડ ધૂપથી સુવાસિત હતો. અમારે બંનેને પૂજામાં બેસવા માટે લલિતાએ શ્વેત ઊનનાં આસનો પાથરી દીધાં હતાં. બધું જ વ્યવસ્થિત ગોઠવી લલિતાએ અમને પૂજામાં બેસી જવાનો સંકેત આપ્યો. એ ઘરની બહાર દ્વારની પાસે જઈને બેસી ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે બંને ખૂબ પ્રસન્નચિત્ત હતાં. અમારું હૃદય હર્ષથી પુલકિત હતું. અમે પરમાત્માની સ્તુતિ કરી. પછી સિદ્ધચક્રની સ્તુતિ કરી :
સકલ મંગલ પરમ કમલા કેલિ મંજુલ મંદિર ભવકોટિ સંચિત પાપનાશન નો નવપદ જયકર, અરિહંત-સિદ્ધ-સૂરીશ-વાચક, સાધુ-દર્શન સુખકરું,
વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ નમો નવપદ જયકરે ... શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ આપદા નાસે સવે, વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકરું... સ્તુતિ કર્યા પછી, પહેલાં ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. તે પછી સિદ્ધચક્ર મહાયંત્રની પણ અષ્ટપ્રકારી પૂજા કરી. ત્યાર પછી ભક્તિપૂર્વક ભાવપૂજા કરી અને અરિહંતપદનો મનની એકાગ્રતાપૂર્વક જાપ કર્યો. આયંબિલ-તપનું પચ્ચક્ખાણ લીધું અને તે પછી હું ઊભી થઈ,
ચણા
For Private And Personal Use Only