________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘વત્સ, આસો મહિનાની શુક્લા સપ્તમીથી પ્રારંભ કરવાનો છે. સાતમથી પૂનમ સુધી આયંબિલનું તપ કરવાનું.
* એ નવ દિવસ આ મહાયંત્રનું-અષ્ટપ્રકારી પૂજન કરવાનું. નવે નવ દિવસ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનું.
* રોજ તમને એક એક પદ સમજાવીશ, તે પ્રમાણે જાપ અને ધ્યાન કરવાનું. તમારે આ બધી જ આરાધના તમારા ઘરમાં જ ગુપ્ત રીતે કરવાની છે. ♦ પહેલા જ દિવસથી આ તારા પતિનો રોગ દૂર થવા લાગશે. આરાધનાનો પ્રત્યક્ષ અનુભવ થશે. તમારે બંનેએ ખૂબ જ શાંતિથી આરાધના કરવાની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયણા, તારે તારા આ વનવાસી પતિને ખૂબ વાત્સલ્યભાવથી પાસે બેસાડીને પૂજન... જાપ... ધ્યાન કરાવવાનું છે.'
‘હે રાણા! તમે મયણા કહે તેમ કરશો ને?”
માણા
તેમણે હસતા મુખે હા પાડી. ગુરુદેવને સંતોષ થયો.
ગુરુદેવે મને મંત્ર આપ્યું. શુદ્ધ વસ્ત્રમાં પરિવેષ્ટન કરી અમે યંત્ર લીધું. ગુરુદેવને વંદન કરી અમે અમારા નિવાસ તરફ ચાલી નીકળ્યાં.
For Private And Personal Use Only
૧૫૯