________________
Shri Mahavir Jain Aradhana Kendra
܀
www.kobatirth.org
કારણ કે અત્યાર સુધી જે અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે અને જે જવાના છે; વર્તમાનમાં જે મોક્ષમાં જઈ રહ્યા છે તે અહર્નિશ આ નવપદમય સિદ્ધચક્રની સમ્યગ્ આરાધનાથી જ જઈ રહ્યા છે. મન-વચન-કાયાની શુદ્ધિ જોઈએ! આ શુદ્ધિ સાથે આ નવ પદમાંથી એકાદ પદની આરાધના મનુષ્ય કરે તો વિશિષ્ટ સુખ-સંપત્તિ અને પદપ્રતિષ્ઠા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન-વચન-કાયાની શુદ્ધિ સાથે પહેલા પદની (અરિહંત) આરાધના કરીને દેવપાલ વગેરે શ્રેષ્ઠ માનવસુખ પામ્યા હતા, તો કાર્તિક વગેરે દૈવી સુખ
૧૫૮
પામ્યા હતા.
બીજા સિદ્ધપદની આરાધના કરીને પાંચ પાંડવો માતા કુંતી સાથે સિદ્ધાચલ પર મુક્તિ પામ્યા હતા.
♦ ત્રીજા આચાર્યપદની આરાધના કરીને નાસ્તિક રાજા પ્રદેશી મરીને દેવલોકમાં દેવ થયો હતો.
* ચોથા ઉપાધ્યાયપદની આરાધના કરીને આચાર્ય સિંહગિરિના શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈ ગયા હતા.
પાંચમા સાધુપદની આરાધના કરીને રુક્મિણી સુખી થઈ, વિરાધના કરીને રોહિણી દુઃખી થઈ.
છઠ્ઠા દર્શનપદની આરાધના કરીને શ્રીકૃષ્ણ અને રાજા શ્રેણિક વગેરે ક્ષાયિક સમકિતરૂપે પ્રશંસાપાત્ર બન્યા હતા. ભવિષ્યમાં તેઓ તીર્થંકર થવાના છે.
* સાતમું જ્ઞાનપદ આરાધીને શીલમતી મહાન પ્રજ્ઞાવતી બની હતી. આઠમા ચારિત્રપદની આરાધના કરીને જંબૂકુમાર વગેરે હજારો સ્ત્રીપુરુષો મુક્તિને વર્યાં છે.
* નવમા તપપદની આરાધના કરીને વીરમતી નામની મહાસતી શ્રેષ્ઠ પુણ્યફળ પામી હતી.
* હે ભદ્રે! હે મયણા! વિશેષ શું કહું? આ મહાયંત્રના સમ્યગ્ આરાધનથી મનુષ્ય ‘તીર્થંકર નામકર્મ પણ બાંધી શકે છે.
‘ભગવંત, અમારે ક્યારથી આ આરાધનાનો પ્રારંભ કરવાનો?'
For Private And Personal Use Only
માણા