________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
♦ જેને સૌભાગ્ય જોઈએ તેને સૌભાગ્ય મળે છે. જેને માન-સન્માન જોઈએ તેને માન-સન્માન મળે છે. જેને રાજ્યના મહામંત્રી બનવું છે તે મહામંત્રી બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. રૂપ અને લાવણ્ય મળે છે. વિષપ્રયોગ મટે છે, તીવ્ર તાવ મટે છે, કુષ્ઠરોગ મટે છે. અઢારેય પ્રકારના કુષ્ઠરોગ દૂર થાય છે. ૮૪ પ્રકારના વાયુ-રોગ મટે છે અને નહીં રુઝાતા ઘા રુઝાઈ જાય છે.
* ભયંકર ભગંદર રોગ શાંત થાય છે. જલોદર મટી જાય છે. વિવિધ પ્રકારની વ્યાધિઓ અને જ્વર શાંત થઈ જાય છે.
♦ ખાંસી, ખસ, ક્ષયરોગ, આંખના રોગ, સન્નિપાત વગેરે રોગો નાશ પામે છે. * ચોર, ભૂત, ડાકણો, શાકણો સતાવી શકતાં નથી.
* મસા-રોગ, પાઠાં પડવાં, હેડકી આવવી, શરીરનાં અંગ-ઉપાંગમાં છેદ પડવા, નાસુર થવું, પેટની પીડા, દાંતની પીડા વગેરે પીડાઓ શાંત થાય છે.
ત્યાં સુધી જ વિપત્તિની ઘોર નદી પાર નથી કરી શકાતી કે જ્યાં સુધી સિદ્ધચક્રરૂપ કૃપાભરપૂર જહાજમાં બેઠા નથી!
* ત્યાં સુધી જ બંધન છે... ત્યાં સુધી જ ક્લેશ છે, જ્યાં સુધી આદરપૂર્વક શ્રી સિદ્ધચક્રનું સ્મરણ નથી કર્યું.
* આ મહાયંત્રના પ્રભાવથી સ્ત્રીઓને વૈધવ્ય નથી આવતું, ખોટાં કલંક નથી આવતાં કે બાલવૈધવ્ય નથી આવતું.
* આ સિદ્ધચક્રના આરાધનથી હે મયણા! વિકલતા, દુર્ભાગ્ય, કુરૂપતા, દાસીપણું વગેરે દૂર થાય છે.
* ભક્તિપૂર્વક મનુષ્યો જે કંઈ સુખ ઇચ્છે તે બધું એમને મળે છે. પરંતુ તે માટે તે ક્ષમાશીલ જોઈએ, જિતેન્દ્રિય જોઈએ, શાંત-ઉપશાંત જોઈએ, નિર્મળ બ્રહ્મચારી જોઈએ અને વિકારરહિત ચિત્તવાળો જોઈએ.
મમણા
* જે મનુષ્ય સિદ્ધચક્રનું આરાધન કરે છે તેણે જિનશાસનની આરાધના કરી કહેવાય. કારણ કે જિનશાસનનો સાર હોય તો સિદ્ધચક્ર છે! હે મયણા, જિનાગમોમાં સિદ્ધચક્રનાં નવ પદો સિવાય બીજું કંઈ નથી, માટે એ નવ પદને જાણવાનાં છે ને એમનું ધ્યાન કરવાનું છે. હું તમને બંનેને નવે પદો સમજાવીશ.
For Private And Personal Use Only
૧૫૭