________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટવર્ગનું - (----d--4-) ધ્યાન કરવાનું છે. ખાલી રહેલાં આઠ દલોમાં “ૐ નમો રિહંત'નું ધ્યાન કરવાનું છે.
ત્રીજા વલયમાં આઠ દિશા-વિદિશાઓમાં આઠ ‘અનાહત'નું ધ્યાન કરવાનું છે. બે-બે દલના અંતરે બે-બે લબ્ધિપદોની સ્થાપના કરવાની. એમ પ્રથમ પંક્તિમાં ૧૬ લબ્ધિપદ આવે. એવી રીતે બીજી અને ત્રીજી પંક્તિમાં પણ ૧૬-૧૬ લબ્ધિપદ આવે. દરેક લબ્ધિપદની સાથે “ૐ હ્રીં મર્દ નો ના' પદ બોલવાનું.
ત્યાર પછી યંત્રપીઠથી લબ્ધિપર્યત માયાબીજ (હ્રીં ) વડે ત્રણ રેખાઓથી ચારેય બાજુ વેખન કરવાનું. તેની પરિધિમાં આઠ ગુરુપાદુકાની સ્થાપના કરવાની અને તેને નમસ્કાર કરવાના. ચોથી અડધી રેખાના અંતે “' લખવાનું.
ચારેય દિશાઓમાં “જયા' વગેરે ચાર દેવીઓની સ્થાપના કરવાની અને વિદિશાઓમાં જંભા આદિ દેવીઓની સ્થાપના કરવાની.
ત્યાર પછી કળશાકાર યંત્રના ઉપરના ભાગમાં શ્રી વિમલવાહન આદિ અધિષ્ઠાયક દેવો તથા ચક્રેશ્વરી વગેરે દેવીઓની સ્થાપના કરીને તેમનું મંત્રપદો દ્વારા ધ્યાન કરવાનું છે.
૧૭ વિદ્યાદેવીઓની, ગોમુખ વગેરે ૨૪ શાસનદેવોની, ચક્રેશ્વરી આદિ ૨૪ શાસનદેવીઓની સ્થાપના કરવાની.
યંત્રકળશની નીચે મૂળ સ્થાને સૂર્ય વગેરે ૯ ગ્રહોની સ્થાપના કરવાની. ગળાના ભાગે “નૈસર્ષિક' આદિ નવનિધિની સ્થાપના કરી, એના મંત્રાક્ષરોથી ધ્યાન કરવાનું. તે પછી દશ દિપાલોની અને ચાર વરોની સ્થાપના કરવાની.
હે પુણ્યશાલિની, આ સિદ્ધચક્ર મહામંત્ર વિદ્યાનુવાદ' નામના દશમાં પૂર્વમાંથી ઉદ્ધત કરેલું છે. આ પરમ રહસ્યભૂત યંત્ર છે. એની આરાધના કરવાથી કેવા વિશિષ્ટ લાભ આરાધકને પ્રાપ્ત થાય છે, તે તમે બંને એકાગ્ર ચિત્તે સાંભળો : આ વિધિપૂર્વક આ મહાયંત્રની આરાધના કરનાર આરાધક પોતાનું વાંછિત
સુખ પ્રાપ્ત કરે છે. ધનનો અર્થી ધન પામે છે. પદનો ચાહક પદવી મેળવે છે. સ્ત્રીની ઇચ્છાવાળી સ્ત્રી મેળવે છે અને પુત્રની કામનાવાળાને પુત્ર મળે છે.
૧૫૩
માણા
For Private And Personal Use Only