________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણા ભાવુક હતા. એટલું તો તેઓ સમજતા હતા કે એમની સાથે મારા પિતાએ મારાં લગ્ન કર્યા તે જરાય ઉચિત નથી કર્યું અને એટલે જ મારી માતા પણ દુઃખી-દુઃખી થઈ ગઈ છે.
એમની સામે સ્મિત ફરકાવતી ઊભી રહી, ત્યારે તેમના મુખ પર વિષાદ હતો. તેઓ દર્દભર્યા સ્વરે બોલ્યા :
દેવી, આપણા જ કારણે માતાજી દુઃખી-દુઃખી થઈ ગયાં છે... મારાથી એમનું દુઃખ જોયું ન ગયું..”
નાથ, એ મા છે ને? દીકરીનું દુઃખ માને બહુ દુઃખી કરે જ, એ મને દુઃખી માને છે...”
“તે સાચી વાત છે ને? મારી સાથે... મારા જેવા કુષ્ઠરોગી સાથે એક સામાન્ય કન્યા પણ લગ્ન કરીને દુઃખી થાય તો પછી તમે તો રાજ કુમારી છો! તમે ખરેખર, જાણીબૂજીને દુ:ખી થયાં છો...'
મેં કમલપ્રભાની સામે સસ્મિત જોઈને કહ્યું : “આ તમારા લાડલાના ડહાપણભરેલા શબ્દો હતા...” પછી એમની સામે જોયું... એમના ગોરા ગોરા મુખ પર શરમના શેરડા પડ્યા હતા. તેઓ મંદ-મંદ હસી રહ્યા હતા.
મેં એમને એ વખતે મધુર સ્વરે કહેલું : “મારા દેવ, સંઘર્ષ વિનાના જીવનનો કોઈ અર્થ ખરો? સંઘર્ષ વગર ક્યાંય જીવન હોય છે? વળી મારા જીવનમાં તો તમે મારી સાથે જ છો... અને આપણે જંગલમાં નથી, નગરમાં છીએ! આપણા પર પરમાત્મા ઋષભદેવની અને ગુરુદેવની પરમકૃપા છે! આપણને નગરના હજારો સાધર્મિક ભાઈ-બહેનોની હૂંફ છે! પછી આપણે દુઃખી કેવી રીતે?
પણ લગ્નજીવનનો અર્થ... વૈષયિક સુખ... તે તો મારાથી તમને નથી મળતું ને?'
ઓહો... તમે તો મારી દયા ચિંતવવા લાગ્યા! મને... મારા મનમાં વિષયવાસના જરાય સતાવતી નથી. તમે નિશ્ચિત રહો. જ્યાં સુધી તમે પૂર્ણ નીરોગી નહીં બનો ત્યાં સુધી સહજ રીતે આપણે બ્રહ્મચર્ય પાળવાનું છે અને પાળીશું. કારણ કે ગુરુદેવ આપણને જે કોઈ રોગનિવારણનો ઉપાય બતાવશે તેમાં બ્રહ્મચર્યપાલન તો કરવાનું હશે જ. એ પાલન વિના કોઈ સાધના સફળ નથી બનતી.” રાણી કમલપ્રભા એકાગ્ર ચિત્તે મારી વાતો સાંભળી રહ્યાં હતાં. શ્રીપાલ
મયણા
૧૫૧
For Private And Personal Use Only