________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસ છે કે તારા જમાઈ નીરોગી બની જશે. માટે તું શોક ન કરીશ. દુ:ખી ના થઈશ. આ સિદ્ધાંતના યુદ્ધમાં હું વિજયી બનીશ. એ તારા માટે મોટો મહોત્સવનો પ્રસંગ બની જશે.'
માતાએ શાંત અવાજે કહ્યું : “ધીરજથી સહીને કર્તવ્યપાલન કરવું, એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે. જ્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, જે ભૂમિકા પ્રાપ્ત થાય ત્યારે તેને અનુરૂપ કર્તવ્યપાલનમાંથી પાછા ન હઠવું, જીવનનો આ જ ઉત્તમ માર્ગ છે. બેટી, મારા આશીર્વાદ છે તને... યશસ્વિની થાઓ.'
રાત્રિનું અંધારું પૃથ્વી પર ઉતરી આવ્યું હતું, મારી માતા ઊભી થઈ. મને છાતીએ ચાંપી આલિંગનોથી ભીંજવી દીધી. સડસડાટ તે મકાનની બહાર નીકળી ગઈ. રથમાં બેસી ગઈ. મેં એનાં ચરણોનો સ્પર્શ કર્યો અને રથ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.
હું રાણાની સામે આવીને ઊભી. મારા મુખ પર સ્મિત રેલાયું. પણ, કોઈક હસે છે, એના હાસ્ય અને આનંદનું કારણ જાણ્યા વિના બીજો માણસ હસી નથી શકતો. પણ કોઈકના આંસુ, શોક, દુ:ખ જોઈને એની વ્યથાનું મૂળ કારણ જાણ્યા વગર પણ માણસ એક વાર તો અચાનક વ્યથિત થઈ જાય છે. આંખ છલકાઈ જાય છે. માણસ પીગળી જાય છે.
વિષાદ વર્ષની જેમ બીજાઓને ભીંજવી દે છે. આકાશમાંથી આંસુ ઝરે છે ને પૃથ્વીનો ખોળો ભીનો થઈ જાય છે. સૂરજને વાદળાં ઢાંકી દે તો ધરતી પર કાળી છાયા ઊતરી આવે છે.
બરાબર એ જ રીતે, મારી માતાનાં આંસુ... શોક... વ્યથા જોઈને રાણાનું મન ભરાઈ આવ્યું હતું. એમણે પહેલી જ વાર મારી માતાને જોઈ હતી. તે જોતા જ રહી ગયા હતા. માતાના સુંદર ચહેરાની ખિન્નતાએ એમના મોઢા પર કાળી છાયા પાથરી દીધી હતી. તેમની આંખો છલકાઈ ગઈ હતી. અમારી માતા-પુત્રીની વાતો તેઓ સાંભળતા હતા, પરંતુ મારા ખ્યાલ મુજબ બધું સમજતા ન હતા. કારણ કે તેમનું જીવન જ જંગલોમાં, અરણ્યોમાં વીત્યું હતું! હજુ તો પહેલી જ વાર સુંદર અને પાકા મકાનમાં તેમણે વસવાટ કર્યો હતો. ચાર વર્ષની ઉંમરે તો તેઓ મહેલમાંથી જે ગલમાં પહોંચી ગયા હતા. એ મહેલ એમની સ્મૃતિમાં ન હતો.
૧૫o
માણા
For Private And Personal Use Only