________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાં સાથે રહીશું. હું તને લેવા જ આવી છું.’ ‘ના, મા! મારાથી મામાના ઘેર ન અવાય. મને આ ઘરમાં રહેવા માટે ગુરુદેવે આજ્ઞા કરી છે અને આ જ ઘરમાં તેઓ અમને બંનેને કોઈ નિર્દોષનિષ્પાપ ધર્મઆરાધના કરાવવાના છે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપસુંદરી વિચારમાં ગરકાવ બની. પછી પોતાની સાથે લાવેલી એક રત્નજડિત નાની પેટી ખોલી. તેમાં એક રત્નપ્રતિમા હતી. નીલરત્નની સુરમ્ય પ્રતિમાનાં મેં દર્શન કર્યા. માએ કહ્યું : ‘બેટી, આ પ્રતિમાજી મારી પિતૃપરંપરામાં મને મળી છે. આ પ્રતિમા હું તને આપું છું. તું પ્રતિદિન આ પ્રતિમાની ત્રિકાળ પૂર્જા કરજે અને આનું અભિષેક જળ તમારા બંનેનાં શરીર પર છાંટજો.’
મેં ખૂબ ભક્તિભાવપૂર્વક પરમાત્માની પ્રતિમા ગ્રહણ કરી ને એ જ રત્નમય પેટીમાં મૂકી, એક સુંદર ગવાક્ષમાં પધરાવ્યા. માએ કહ્યું : બેટી, આ પ્રતિમાની રોજ અષ્ટપ્રકારી પૂજા કરજે. સંધ્યા સમયે આરતી કરજે. તારો શોક-ગ્લાનિ-નિરાશા બધું દૂર થઈ જશે.'
‘મા, તારી ભાવના ફળો, તું મારી ગુરુ પણ છે ને! ગુરુવાણી ફળતી હોય છે.'
બેટી, જલદી ઉંબરરાણા નીરોગી બને તો તારા પિતાનો અહંકાર ચૂરચૂર થઈ જાય... એ તારાં ચરણોમાં નમતા આવે અને જે અજ્ઞાની લોકો જૈન ધર્મની અને તારી નિંદા કરે છે, તે બધા મૌન થઈ જાય. જૈન ધર્મનો નગરમાં અને માલવદેશમાં જયજયકાર થઈ જાય!'
મગણા
‘થશે મા! થોડા દિવસોમાં જ થશે. તું ધીરજ રાખ અને મનને સ્વસ્થ રાખ, મારા પિતાજી આમ તો સરળ છે, એટલે પ્રગટ સત્યનો સ્વીકાર કરતાં વાર નહીં લગાડે. આમ તો ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીના તેઓ ભક્ત છે. ગુરુદેવની કૃપાથી જ તેઓ દૈવી ઉપદ્રવોથી મુક્ત થયા હતા ને? મા, એ જ ગુરુદેવ તારા જમાઈને નીરોગી કરશે જ. તને ખબર નથી. પૌષધશાળામાં ગુરુદેવે અમને બંનેને સાથે જોઈને પૂછ્યું હતું : ‘મયણા, તારી સાથે આ પુણ્યશાળી પુરુષ કોણ છે?' તેમણે એમને પુણ્યશાળીપ્રભાવશાળી કહ્યા છે... તો કોઈ રહસ્ય હશે ને એમના મનમાં? મા, કાલે સવારે અમારે એમની પાસે જવાનું છે. તેઓ અમારા માટે કોઈ એક આધ્યાત્મિક યાંત્રિક કે માંત્રિક ઉપાય બતાવશે. મને તો એકસો એક ટકા
For Private And Personal Use Only
૧૪૯