________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એ ઘટના કહી સંભળાવી. એની આંખો વિકસ્વર થઈ ગઈ! તે બોલી ઊઠી: ‘ખરેખર! અદ્ભુત! મારી દીકરી, આ તારું પરમ સૌભાગ્ય કહેવાય!' એ પછી મેં પૌષધશાળામાં ગુરુદેવના ઉપદેશથી સાધર્મિકોએ કરેલી અપૂર્વ ભક્તિની વાત કરી, તો મારી માની આંખો હર્ષથી વિકસ્તર થઈ ગઈ. અને ત્યાં જ એણે આંખો બંધ કરી, બે હાથ જોડી, મસ્તક નમાવી ગુરુદેવને ભાવવંદના કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માએ કહ્યું : ‘બેટી, તારા વિના મહેલમાં રહેવાનું મને ક્ષણભર પણ ન ગમ્યું, મેં તારા પિતાનું મોં જોવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. અંતેપુરના દરવાજા બંધ કરાવી દીધા હતા. છેવટે ગુરુદેવ સુબુદ્ધિ પધાર્યા. તેમણે ઘણી સાંત્વના આપી. તારા ઉજ્વલ ભવિષ્યની સચોટ વાત કરી... મહારાજાની ભૂલને ક્ષમા કરી દેવાની પ્રેરણા આપી... પણ એ પ્રેરણા મારા ગળે ન જ ઊતરી. મારા મનમાં હજુ પણ તારા પિતા પ્રત્યે તીવ્ર રોષની આગ સળગી રહી છે. તારી સાથે થયેલા ઘોર અન્યાયનો બદલો લેવા મન તલસી રહ્યું છે.'
‘મા, ગુરુદેવ સુબુદ્ધિની વાત સાચી છે, સારી છે. શા માટે મારા પિતા પ્રત્યે રોષ કરવાનો? એ એક પુરુષ છે. સત્ત્વશીલ પુરુષ છે. એમનામાં પૌરુષ ભરેલું છે. તેઓ પોતાની એક નાનકડી પુત્રીનું અપમાન સહન ન જ કરી શકે! એ એક પરાક્રમી પુરુષની સ્વાભાવિક નબળાઈ હોય છે. અને મારી મા! મને, મારા મનમાં મારા પિતા પ્રત્યે જરાય દુર્ભાવ નથી. આ તો એક સૈદ્ધાંતિક સંઘર્ષ છે. ‘કર્મ કરે સો હોય!' આ વાત મારે એમને મનાવવી છે, સમજાવવી છે.’
પણ બેટી, એ માટે પુત્રી પર પિતા આટલા ક્રૂર બની શકે? આવા પાષાણહૃદયી બની શકે? એક અરણ્યવાસી, અજાણ્યા અને કુષ્ઠરોગી યુવાન સાથે તને પરણાવી દીધી? આ તો જીવન-મરણનો સવાલ બની ગયો છે, બેટી...”
૧૪૮
મા, આને આપણે સિદ્ધાંતનું યુદ્ધ કહેવું જોઈએ. આવા યુદ્ધમાં રાગ-દ્વેષ ન હોવા જોઈએ. આમાં તો શાંત રીતે વિજયના માર્ગે પ્રયાણ કરવાનું છે.’
‘બેટી, તેં શું વિચાર્યું છે? તું ચાલ મારી સાથે, હું રાજમહેલ છોડી તારા મામાના ઘેર રહેવા ચાલી ગઈ છું. તું પણ તારા વર સાથે ચાલ. આપણે
For Private And Personal Use Only
મગણા