________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દિવસે આકાશમાં વાદળાં છવાયાં હતાં. નીલમેઘમાં ફાલ્ગનીની શ્યામલ રૂપશોભાનું ચિત્રણ થતું હતું.
અચાનક આકાશમાં દિવ્ય પ્રકાશમંડળ ઊમટ્યું. મેં ઘરની અગાસીમાંથી જોયું તો એક સુસજ્જિત રથ મારા મકાનની આગળ આવીને ઊભો હતો. હું મટકું ય માર્યા વિના જોઈ રહી... એ રથમાંથી મારી મા રાણી રૂપસુંદરી ઊતરી રહી હતી! એનું અનુપમ રૂપ! એનું દિવ્ય સૌન્દર્ય! કુદરતી પ્રકાશમાં એ અતિ સુંદર દેખાતી હતી... જોકે તેના શરીર પર શ્વેત સ્વચ્છ વસ્ત્રો હતાં. કોઈ જ શણગાર ન હતો. હાથમાં સૌભાગ્યનાં માત્ર રત્નકંકણ દેખાતાં હતાં.
હું ઝડપથી ઘરની બહાર આવી. મારી મા પગથિયાં ચઢી જ રહી હતી. મેં એનો હાથ પકડ્યો. એ ઝડપથી ઉપર આવી મને ભેટી પડી. એની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. તે રડવા લાગી હતી. ઉબરરાણા પણ ખંડમાંથી બહાર આવી ગયા હતા અને અમને મા--પુત્રીને એકબીજાને વળગી રોતી જોઈ રહ્યા.
હું માને ઘરના ખંડમાં લઈ ગઈ. તેને પલંગ પર બેસાડી. એ મન હતી. એની આંખો આંસુભીની હતી. હું માનું દુઃખ બરાબર સમજતી હતી. તે ખૂબ જ અસ્વસ્થ હતી... પુત્રીનું દુઃખ જોવાનું એના ભાગ્યમાં લખાયું હશે... પણ મને લાગ્યું કે મારી મા દુઃખથી ભાંગી પડી હતી. અલબત્ત, એમાં નિમિત્તકારણ હું જ હતી. હું જ એની પ્રગટ વેદના હતી. હું માની દશાનો અનુભવ કરતી હતી. મનમાં થતું હતું કે થોડી વેદના માગી લઉં. એની પાસેથી લઈને થોડું વધારે સહન કરી લઉં. માનો ભાર કંઈક હળવો કરવા મેં કહ્યું :
મા, તું શા માટે આટલી દુઃખી થાય છે? તું મને દુઃખમાં જુએ છે માટે? પણ ના, મારી મા, હું દુઃખી નથી.. હું તો પરમ સુખી છું. તને ખબર છે ઋષભપ્રાસાદમાં પરમાત્માનો કેવો અપૂર્વ અનુગ્રહ થયો?' મેં માતાને
મયમા
૧૪૭
For Private And Personal Use Only