________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રૂપા! રાણી રૂપસુંદરી! તારો આક્રોશ સાચો છે. પોતાની પ્રિય અને નિર્દોષ પુત્રી સાથે એનો પિતા જ જ્યારે અન્યાય કરે ત્યારે માતાના હૃદયમાંથી આક્રોશ પ્રગટે જ. પરંતુ મારે તને એટલી જ વાત કહેવી છે કે તું મયણાના ભવિષ્યની ચિંતા ન કરીશ. એ પરમાત્મા ઋષભદેવના અચિંત્ય અનુગ્રહને પ્રાપ્ત કરેલી છે એ ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીની કૃપાનો પ્રસાદ એને પ્રાપ્ત થવાનો છે. એટલે એનું ભવિષ્ય ઉજ્વલ છે અને મને તો ભવિષ્ય દેખાય છે, કે..”
શું ગુરુદેવ?”
મયણા પોતાના દેવકુમાર જેવા પતિ સાથે આ જ મહેલમાં પાછી ફરશે! એના પર સ્વર્ગના દેવ કુસુમવૃષ્ટિ કરશે! રૂપા, ધીરજ રાખ અને સમયને પસાર થવા દે..”
ગુરુદેવ સુબુદ્ધિને આદરપૂર્વક વિદાય આપી.
સામતરાજા પુણ્યપાલ પોતાની બહેન રૂપસુંદરીને લેવા રથ લઈને રાજમહેલના દ્વારે પહોંચ્યા. રૂપસુંદરીએ બધા શણગાર ઉતારી નાખ્યા. શરીર પર બધાં જ શ્વેત વસ્ત્રો પહેરીને તે રથમાં જઈને બેસી ગઈ. રથ ઉજ્જયિનીના રાજમાર્ગ પર દોડવા લાગ્યો.
૧૪૬
માણા
For Private And Personal Use Only