________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિનું કોરું પાનેતર શેતાન-કરે ચોળાઈ ગયું... કોઈ શત-શત યુગથી નીકળ્યા'તા સુખની શોધમહીં યાત્રી અહીં સંસારે રમતાં રમતાં દોજખ જોને શોધાઈ ગયું... હું ફાટી આંખે શોધી રહી સોનેરી રજકણ સુખડાંની ત્યાં જીવનકેરા સૂત્રમહીં દુઃખ મોતી બની પરોવાઈ ગયું... અમૃત તો હાથે નહોતું ચઢયું પણ નીર હતું નિર્મળ થોડું દુર્ભાગ્ય જુઓ રે તે ય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું...
રૂપસુંદરી રડી પડી. સુબુદ્ધિએ એના મસ્તકે પોતાનો હાથ મૂકી એને શાંત કરી. રૂપસુંદરી બોલી:
‘ગુરુદેવ, માનું હૃદય મા જ સમજી શકે. મારી લાડલી પુત્રી અત્યારે કેવી વિકટ સ્થિતિમાં છે... એની કલ્પના કરું છું ને મારું કાળજું કંપી ઊઠે છે. મારા મનમાં મહારાજા પ્રત્યે તીવ્ર રોષ સળગે છે. હું હવે એમનું મુખ પણ જોવા નથી ઇચ્છતી. એટલે આ મહેલનો ત્યાગ કરી ભાઈના ઘેર ચાલી જઈશ.”
ગુરુદેવ, મહારાજા ભલે શૌર્યથી, વીર્યથી, ઐશ્વર્યથી અને રૂપગુણથી ભરેલા હોય, પણ તેઓ પોતાની જ સુજ્ઞા પુત્રીની જ વાત ન સમજી શક્યા. એના જ્ઞાનપૂર્ણ કથનના હાર્દને ન સમજી શક્યા. એટલું જ નહીં, તેઓ ગમ પણ ન ખાઈ શક્યા. નાનકડી પુત્રીની સાથે વાદ-વિવાદની બાલિશ ચેષ્ટા કરી પુત્રીના ભવને બગાડવાનું ઘોર પાપ કર્યું...'
સુબુદ્ધિ રૂપસુંદરીના આક્રોશને આંખો બંધ કરીને, સૌમ્ય ભાવથી સાંભળી રહ્યા. થોડી ક્ષણો માટે ખંડમાં મૌન છવાયું. પછી ગંભીર સ્વરે સુબુદ્ધિ બોલ્યા:
માણા
૧૪૫
For Private And Personal Use Only