________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ શાંત ચિત્તે શ્રવણ કરતા હતા. તેમનું રૂપ ખીલ્યું હતું. તેમનું સૌંદર્ય પાંગર્યું હતું. શ્રી સિદ્ધચક્રજીની આરાધનાથી એમની સમજશક્તિ અને વિચારશક્તિ પણ વિકસી હતી. જોકે તેઓ ઓછું બોલતા હતા. “મને કોઢીયાઓના ટોળામાં મૂકી મારી જિંદગી બરબાદ કરી નાંખી', આ વિચાર મૂળમાંથી નીકળી ગયો હતો. “મને કાઢી લોકોને સોંપીને મારી માતાએ મારી જીવનરક્ષા કરી છે.” એ વિચાર એમના મનમાં દૃઢ થયો હતો.
કમલપ્રભાએ મને પૂછ્યું : “બેટી, પછી તમે બંને ગુરુદેવ પાસે ક્યારે ગયાં હતાં? ગુરુદેવે તમને રોગનિવારણનો શો ઉપાય બતાવ્યો હતો?'
૧૫૨
મયણા
For Private And Personal Use Only