________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારી મયણા જ્યાં સુધી એણે ખેડેલા સંગ્રામમાં વિજયી ન બને, એનો વર નીરોગી ન બને ત્યાં સુધી અને એના પિતા એની ક્ષમા ન માંગે ત્યાં સુધી હું આ મહેલનો ત્યાગ કરીશ અને મારા માથાના વાળનો અંબોડો નહીં વાળું. આ વાળ સદાય છુટ્ટા રહેશે. ભલે એ માટે જગત મને નારી નહીં, પણ રાક્ષસી કહે! પણ જગત જાણી લે કે નારી સૃષ્ટિ રચે છે. નારી કલ્યાણી છે. નારી પાપાત્માઓનો-દુરાત્માઓનો સંહાર કરનારી પણ હોય છે. નારીને દુર્બળ સમજીને મહારાજાએ ભરી રાજસભામાં રાજકુમારી મયણાને એક કોઢીયા સાથે પરણાવી દીધી, અપમાનિત કરી, અટ્ટહાસ્ય કર્યું... હું એનો બદલો લઈશ. જગત જાણશે કે નારીહૃદય કોમળ જરૂર હોય છે, પણ દુર્બળ નથી! મારી આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં મોટાભાઈ, તમે મને મદદ નહીં કરો તો તમારા ઉજ્વલ કુળને કલંક લાગશે.’
રૂપસુંદરીની દઢ વાણી સાંભળીને રાજા પુણ્યપાલ પ્રસન્ન થયા. તેઓ બોલ્યા: ‘બહેની, તારો રોષ ને પ્રતિજ્ઞા યોગ્ય છે. તારી પુત્રીએ ને મારી ભાણેજે જે સૈદ્ધાંતિક સંગ્રામ માંડ્યો છે, તે યોગ્ય જ છે. તે છતાં મને એમ લાગે છે કે મહાવિજ્ઞાન શ્રદ્ધેય અને આદરણીય ગુરુદેવ સુબુદ્ધિની સલાહ લેવી જોઈએ. અને તેઓ જો અનુતિ આપે તો હું કાલે જ તને મારા મહેલમાં પ્રેમથી લઈ જવા તૈયાર છું.'
૧૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ પુણ્યપાલ ગયા ને રાણીવાસના દરવાજા બંધ થઈ ગયા. મહારાજા અને મહામંત્રી વળી મથામણમાં પડી ગયા. ત્યાં રાજા પુણ્યપાલનો સંદેશો મળતાં પંડિત સુબુદ્ધિ રાજમહેલમાં પહોંચ્યા. તેઓ વિશ્વભરના સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. મયણાસુંદરીના વિદ્યાગુરુ હતા. રાણી રૂપસુંદરી પણ એમની પાસે જ ભણ્યાં હતાં. એમના ધર્મ-તત્ત્વજ્ઞાનની અનેક ચર્ચાઓનાં રસાયણોમાં મહારાણીના મનઃ કોષ ઘડાયા હતા. સર્વક્ષશાસનના સિદ્ધાંતો આત્મસાત્ કર્યા હતા. રૂપસુંદરીને હમેશાં એમના વત્સલ આધારની ખેવના રહેતી હતી. સુબુદ્ધિ પંડિતને પણ એમના માટે પોતાની દીકરી જેટલાં જ હેત-પ્રીત-માયા બંધાયાં હતાં. મહારાણીના જીવનમાં ઊભી થયેલી ગૂંચથી એમનું ચિત્ત પણ પારાવાર ગ્લાનિ અનુભવતું હતું. તેઓ સંદેશ મળતાં જ દોડી આવ્યા હતા. ‘હે મહાદેવી, કેમ અચાનક નોતરાં મોકલ્યાં?'
‘આપના મોઢે ‘મહાદેવી'? આપની તો હું રૂપા છું... રૂપુ છું... આપની
For Private And Personal Use Only
સમા