________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલી બધી રીસ મારા પર ઉતારવાની?'
મહામંત્રીએ કહ્યું : “મારા નાથ! ક્ષમા કરજો, પણ મારું નમ્ર સૂચન છે કે આપ પોતે રાણીવાસમાં પધારો...”
ના, ના સોમદેવ, પેલો એના પિયરનો ચોકીદાર... મારાથી કંઈક આવું વેતરાઈ જશે... આવડા મોટા રાજ્યનો રાજા પોતાના રાણીવાસથી એમ ને એમ પાછો ફરે ખરો? સોમદેવ, મને તો એ રાણીનો આવાસ જ સળગાવી મૂકવાનું મન થાય છે. રાણીને ભાગીને એની દીકરી પાસે જવું હોય તો જાય કે એના પિયરમાં જાય, મને એની પરવા નથી.”
“તો પછી મહારાણીના ભાઈ સામતરાજા પુણ્યપાલને બોલાવીને એમને મોકલીએ તો?' મહામંત્રીએ નવો વિકલ્પ સૂચવ્યો. રૂપસુંદરીનાં માતા-પિતા તો મૃત્યુ પામ્યાં હતાં. ભાઈ પુણ્યપાલ સામતરાજા હતા. મહારાજાને મહામંત્રીનો આ વિકલ્પ ગમ્યો. અંગત મંત્રીને બોલાવીને સામંત રાજા પુણ્યપાલને બોલાવ્યા. તેઓ ઉજ્જયિનીમાં જ રહેતા હતા.
પુણ્યપાલ આવ્યા. મહારાજાને અને મહામંત્રીને મળ્યા. બધી પરિસ્થિતિ જાણી. મહારાણી રૂપસુંદરીએ મયણા સાથે થયેલા અન્યાયના વિરોધમાં મહારાજા સાથે રહેવાનો કે બોલવાનો પણ વ્યવહાર તોડી નાંખ્યો હતો.
ભાઈને આવેલો જાણી રૂપસુંદરીએ રાણીવાસનો દરવાજો ખોલ્યો. મહારાણીએ મોટાભાઈને પ્રણામ કર્યા. રાજા પુણ્યપાલે ખૂબ વાત્સલ્યથી રૂપસુંદરીને કહ્યું : “બહેન, મહારાજા સાથે સમાધાન કરી લે. મયણાનું તો જે થવાનું હશે તે થશે. એનાં કર્મો...”
મોટાભાઈ, એમ ન બોલો. મયણા મારી પુત્રી છે. મહારાજાની પુત્રી નથી? તમારી ભાણેજ નથી? શું એ કુંવરી અનાથ હતી કે એને આવા રસ્તે ભટકતા એક કોઢીયા સાથે પરણાવી દીધી? મારી પણ અનુમતિ ન લીધી?”
સહિષ્ણુતા નારીનું આભૂષણ છે, પણ અન્યાયને માથું ઝુકાવીને સહન કરી લેવો એ નારીધર્મ નથી. પતિ અન્યાયના માર્ગે ચાલે.... પત્ની ચૂપ રહીને સહન કરી લે, તો બધાને નુકસાન થશે. પૃથ્વી પર પાપભાર વધશે. એ પાપનાં ફળ નિષ્પાપ લોકોએ પણ ભોગવવાં પડે છે. તેથી એ ભયંકર લાંછન અને અસહ્ય અપમાન પછી પણ હું દેહ ધારી રાખીને જીવિત રહું, સુખ-સંપત્તિ અને રાજભોગ ભોગવું? એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું હવે અન્યાય, અધર્મ અને પાપની વિરુદ્ધ સંગ્રામ કરીશ. મેં પ્રતિજ્ઞા કરી છે કે
માણસા
૧૪૧
For Private And Personal Use Only