________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીના દેખાવડા વૃદ્ધ ચહેરા પર વફાદારી અને થોડીક મુરબ્બીવટની ઝાંય ઊપસેલી હતી. મહારાજાને તેઓ અંદર-બહારથી બરાબર જાણતા. વિશ્વાસુ હતા અને પ્રજ્ઞાવંત હતા. મહારાજા એમના પર ગુસ્સો કરતા, ત્રાડ પણ પાડતા, પણ એમની વિનવણીને વશ પણ થઈ જતા.
મહામંત્રીએ મહારાજાને કહ્યું : “મહારાજા, વળી એક વખત દાસીને મહારાણી પાસે મોકલી જોઈએ?” મહારાજા મહામંત્રી સામે જોઈ રહ્યા અને મનોમન બોલતા હોય એમ કહ્યું : “દાસીથી શું વળશે?' છતાં તેમણે સંમતિ આપી. મહામંત્રીએ રાધાને બોલાવી રાણીવાસમાં રાણી રૂપસુંદરી પાસે મોકલી. દાસી જેવી ગઈ એવી જ પાછી આવી. તેણે બે હાથ જોડી કહ્યું : “મહારાજા, રાણીવાસના દરવાજા સજ્જડ બંધ છે. બંધ દરવાજા બહાર મહારાણીના પિયરથી લાવેલો ચોકીદાર ખુલ્લી તલવારે પહેરો ભરે છે. કોઈને અંદર જવા દેતો નથી. મને પણ ઘસીને ના પાડી અને કહ્યું મહારાણી દેવીએ કોઈને પણ અંદર જવાની ના પાડી છે.” મેં કહ્યું કે “મને મહારાજાએ પોતે મોકલી છે...” તો કહે - “મહારાજાને પણ અંદર જવાની મનાઈ છે... તો તારી શી વાત?' રાધા મહારાજા સામે જોતી ઊભી રહી. મહારાજાએ એને ઇશારાથી બહાર જવાનું કહ્યું. એ બહાર ગઈ એટલે મહારાજા તલવાર ખેંચીને તાડૂકી ઊઠયા : “મારા રાજમાં, મારા મહેલમાં મને... મહારાજાને રાણીવાસમાં જવાની બંધી? એ ચોકીદારનું માથું વાઢી નાખું.” મહારાજા ખંડની બહાર ધસી જતા હતા, ત્યાં મહામંત્રીએ મનાવી લીધા. તલવાર મ્યાન કરી. થોડા નરમ પડીને બોલ્યા: “મહામંત્રી, તમેય ડોસા થઈ ગયા. નહિતર તમે ચૂપ બેસી રહો?' મહામંત્રી મૌન રહ્યા. મહારાજા બોલ્યા :
સોમદેવ, મનેય ક્યાં અવળી મતિ સૂઝી? મારે શા માટે મયણા સાથે વાદવિવાદ કરવો જોઈતો હતો? એ રાજ કુંવરી ૧૪૧૫ વર્ષની અને હું ૬૦ વર્ષનો! મારે જિદ્દ કરવી જોઈતી ન હતી... છતાં મેં શું ખોટું કર્યું છે? એ છોકરીને એનાં પોતાનાં કર્મો પર ભરોસો છે... એ મને મિથ્યાભિમાની કહી જાય... શું મારે સાંભળી લેવાનું? એને કોઢીયા સાથે પરણાવી તે મેં ખોટું કર્યું છે? ના, મેં નથી પરણાવી, એનાં કર્મોએ એને પરણાવી છે! એ સુખી કે દુઃખી એનાં કર્મોથી થવાની છે. તો પછી એની માતાએ શા માટે
૧૪૦
મમણા
For Private And Personal Use Only