________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપુ!' શરૂઆતમાં સહેજ ગુસ્સો કરી રૂપસુંદરી પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. બંધ હૈયાનો વલોપાત આગળા ખોલીને વહી આવ્યો. કશું બોલ્યા વિના સુબુદ્ધિ રાણીના વાંસે વત્સલ હાથ ફેરવતા રહ્યા. એમને રડવા દીધાં. આંસુ લૂછી મહારાણી બાજુમાં બેઠાં. ચૂપ-ચૂપ. ચહેરા પર વિષાદ અને અસહાયતા છવાયેલાં હતાં. કેટલીક ક્ષણો મૌન રહ્યા પછી રાણી બોલ્યાં : ‘આપને માંડીને બધી વાત કરું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબુદ્ધિએ અટકાવીને કહ્યું : ‘મને બધી ખબર પડી છે, રૂપા!' ‘આપને શી ખબર પડી? આપે શું કર્યું?'
મેં બધું સાંભળ્યું છે, કર્યું કંઈ જ નથી. પણ મહારાણીએ શું કર્યું?’
‘મેં મહારાજા માટે મારા રાણીવાસના દરવાજા બંધ કર્યા છે. મારી પુત્રી સાથે તેમણે કરેલા અન્યાયનો મારે બદલો લેવો છે અને તે માટે વહેલામાં વહેલી તકે આ મહેલ છોડીને મારા ભાઈના મહેલમાં એક સાધ્વી જેવું જીવન જીવવું છે. આ માટે તમારી સલાહ લેવા તમને બોલાવ્યા છે.'
‘રૂપા, આપણા મહારાજા એટલા સારા છે, કુલીન છે ને ભલા છે. આ રાજકુળની દેશમાં મોટી પ્રતિષ્ઠા છે. એટલે અહીં તરકટો નથી કે અત્યાચારો નથી...'
‘આપ શું કહો છો? મયણા પર અત્યાચાર નથી થયો? એની સાથે ઘોર અન્યાય નથી થયો? હવે મને રસ્તો બતાવો. એટલા માટે તો આપને મળવા મન ધમપછાડા મારતું હતું.’
આટલો સમય બંધ રાણીવાસમાં તમે શું કરતાં હતાં?'
‘અંતરનાં દ્વાર ઉઘાડવા મથતી હતી... ઋષિ-મુનિઓના ઉપદેશોને વાગોળતી હતી.'
‘તો પછી નિર્ણય?’
મહેલ છોડવાનો... ભાઈના ઘેર જવાનો. મયણાને ગમે તે રીતે ઉપયોગી બનવાનો.’
આ નિર્ણય અફર?'
‘અફર! લગભગ અફર!'
મા
‘કેમ લગભગ?'
‘આપની સાથે વાત કર્યા પછી જ પાકો નિર્ણય થાય.' ‘એથી પિતા-પુત્રીનો સંઘર્ષ મટી જશે?'
For Private And Personal Use Only
૧૪૩