________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્ધા જામી છે. આકાશ કરતાં પર્વતોની નીલાશ વધારે છે. તેથી સફેદ વાદળોનાં ઝૂલ્ફાં છૂટાં છૂટાં બિછાવી દીધાં છે, પર્વતોની ઉપર. યોગસાધનામાં બેઠેલા મહર્ષિની જેમ શરીર પર ભસ્મની રેખા જેવી મનોહર દેખાય છે વાદળીની રેખાઓ!
યોગસાધનામાં બેઠેલા પર્વતને ધ્યાનભંગ કરવા માટે કૂલપાંદડાની વચ્ચે અનેક વૃક્ષો વર્ષાના જળના તાલમાં અપ્સરા બની ગયાં છે! પણ પર્વતોનું ધ્યાન તૂટતું નથી. વાદળાંની ભસ્મ ઝરતા ઝરતાં લપસી રહી છે, ધરતી પર આશીર્વાદની જેમ ચરણપાદુકા બનીને!
જંગલી પક્ષીની જેમ વાદળાં અહીં બંધનમુક્ત છે. મરજી મુજબ અહીં ત્યાં ફર્યા કરે છે. જીવનનો અર્થ શોધે છે?
ગાઢ જંગલમાં ૭૦૦ કુષ્ઠરોગીઓની નાનીનાની ઝૂંપડીઓ, જાત-જાતની નાની-મોટી વેલીઓ, વૃક્ષોને જાણે હાથમાં હાથ નાંખીને ગૂંથાયેલી હતી. નાનાં-મોટાં અનેક પ્રકારનાં ફૂલ, ફળ અને રૂપગુણનો કોઈ પાર ન હતો. વિશાળ પ્રકૃતિ ફેલાયેલી હતી. એકતા અને મૈત્રીનો સંદેશ લઈને, ધરતી પર ઊભેલાં વૃક્ષોને અસીમ પ્રકાશ મેળવવાનો જાણે નશો ચડ્યો હતો. બધાં સૂરજને પી જવા માટે ઊંચે ને ઊંચે જાણે વધી રહ્યાં હતાં. અહીં બધું પોતપોતાના સ્થાને ગરિમામય હતું. બધું ઉચ્ચ અને સુંદર હતું. અહીં રહેલા 900 માણસોનાં શરીર ભલે રોગગ્રસ્ત હતાં, પણ મન તંદુરસ્ત હતાં. આત્મા નિર્મળ હતા.
અમને જોતાં જ પ્રભાતકાકા, જવાનસિંહ વગેરે સામે દોડી આવ્યા. એકેએક ઝૂંપડી સળવળી ઊઠી. વાયુવેગે અમારા આગમનના સમાચાર બધે પહોંચી ગયા. સાતસો ય કુષ્ઠરોગી સાથીદારો અમને ઘેરી વળ્યા. મેં સહુને જમીન પર બેસી જવા વિનંતી કરી. સહુ બેસી ગયા. પછી ગુરુદેવની પાસે અમે ગયાં, એ પૂર્વે જિનાલયમાં ગયાં... ત્યાં બધે જે આશ્ચર્યકારી ઘટનાઓ બની તે બધી કહી સંભળાવી અને હવે અમે ઉજ્જયિનીની બહાર જે નગરશ્રેષ્ઠીના મકાનમાં રહેવાના છીએ, એ પણ બતાવી દીધું. બધાનાં મુખ પર આનંદનાં તોરણો બંધાયાં.
મેં પ્રભાતકાકાને કહ્યું : “તમે સહુ અહીં નિશ્ચિત બનીને રહેજો. હું તમને જોઈએ તે બધી સામગ્રી મોકલાવી આપીશ. થોડી સોનામહોરો
મયણા
૧૩૭
For Private And Personal Use Only