________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ પાસેથી પાછા વળતાં અમે શ્રી ઋષભપ્રાસાદમાં ગયા હતા, ત્યાંથી મેં એક લોટો ભરીને પ્રભુનું સ્નાત્રજ ળ લઈ લીધું હતું. આ ઘરમાં જ્યારે અમે આવ્યાં ત્યારે મારી સખી લલિતા અને નગરશ્રેષ્ઠીનાં ધર્મપત્ની સુભદ્રા હાજર હતાં. તેમણે અમારું સ્વાગત કર્યું અને તેઓ મારા માટે લાવેલાં મૂલ્યવાન વસ્ત્રો અને અલંકારો મને પહેરાવવા તૈયાર થયાં. મેં નમ્રતાપૂર્વક એમને કહ્યું :
“આપ મારાં માતાતુલ્ય છો, દેવી! પણ મારો સંકલ્પ છે કે આમનો (ઉંબરાણાનો) કોઢરોગ મટે પછી જ શણગાર સજવા. માટે મને ક્ષમા
કરો.”
‘પણ મહારાણી... આપની માતા રૂપસુંદરીની મને આજ્ઞા છે, આ બધા અલંકાર તને પહેરાવી દેવાના! તું એક રાજકુમારી છે...'
ના, ના, હું તો એક કુષ્ઠરોગીની પત્ની છું. મારે ગામમાં ઘર નથી કે સીમમાં ખેતર નથી! હું એક અકિંચન પુરુષની પત્ની છું.'
સુભદ્રાએ મારો હાથ પકડ્યો ને કહ્યું : “રાજ કુમારી મયણા, તારા હૃદયની જ્વાળા હું જોઈ શકે છે. કારણ કે હું નારી છું. તારા પિતાએ તારી સાથે જે વર્તન કર્યું એ કારણે મહારાણી ઓછાં દુઃખી નથી. હું એમની પાસેથી આવું છું. આખી રાત તેમણે વલોપાતમાં પસાર કરી છે. આખી રાત તેઓ પોતાની જાતને ધિક્કારતાં રહ્યાં. મહારાજાના અમાનુષી વ્યવહારથી અત્યંત વ્યથિત થઈ ગયાં..' બોલતાં બોલતાં સુભદ્રાની આંખો ભીની થઈ ગઈ. બીજી બાજુ લલિતા મારા નવા ઘરને વ્યવસ્થિત ગોઠવતી જતી હતી અને આંખો સાડીના પાલવથી લૂછતી જતી હતી.
મેં જ્યારે શણગાર સજવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો ત્યારે સુભદ્રાએ મારા માથે હાથ ફેરવીને કહ્યું : “કુમારી! તું મહાસતી છો! તારા પતિ જલદીથી નીરોગી બનો... મારા યોગ્ય જે કાંઈ કામ હોય તે મને કહેવરાવજે. આ લલિતા સાથે...' સુભદ્રા ચાલ્યાં ગયાં.
મેં તમારા પુત્રના શરીરે હળવા હાથે પરમાત્માનું સ્નાત્ર જળ લગાડવા માંડ્યું. એમના એકેએક ઘાને સાફ કરીને પછી પાટા બાંધી દીધા. લલિતાએ ભોજન બનાવી દીધું હતું. મેં એમને ભોજન કરાવ્યું
મયણા
૧૩૫
For Private And Personal Use Only