________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં મારી આંખોમાં આંસુ ઊભરાયાં. હું અને તમારા પુત્ર ગુરુદેવની સામે બેસી ગયાં. ધર્મોપદેશ સાંભળવા આવેલાં સ્ત્રી-પુરુષો હજુ ત્યાં જ હતાં. ગુરુદેવે એ બધાને સંબોધીને કહ્યું :
હે મહાનુભાવો, જે ઉત્તમ સ્ત્રી-પુરુષો સાધર્મિકોની ભાવપૂર્વક ભક્તિ કરે છે, એમના પ્રત્યે હૃદયનું વાત્સલ્ય વહાવે છે તેઓ ખરેખર પોતાના મસ્તકે જિનાજ્ઞાને ધારણ કરે છે. સાધર્મિક-વાત્સલ્ય એક મહાન ધર્મ-આરાધના છે. તીર્થકરોએ કહ્યું છે :
___ “एगत्थ सव्वधम्मा साहिम्मअवच्छलं तु एगत्थ।
बुद्धितुलाए तुलिया दोवि अ तुल्लाई मणिआई।।' બુદ્ધિના ત્રાજવામાં એક તરફ બધા ધર્મો અને બીજા ત્રાજવામાં સાધર્મિક-વાત્સલ્ય રાખવામાં આવે તો બંને સમાન રહે છે. સર્વ ધર્મો એટલે દેવપૂજા, ગુરુદર્શન, તપશ્ચર્યા, દાન, શીલ વગેરે; એની સામે એક માત્ર સાધર્મિક-વાત્સલ્યનો ધર્મ બરાબરી કરી શકે છે. માટે તમારી શક્તિ અનુસાર સાધર્મિક-ભક્તિ કરવી જોઈએ.
સાધર્મિકને ઘરઆંગણે આવતાં જોઈને જે મનુષ્યને સ્નેહ ઉત્પન્ન થતો નથી, એ મનુષ્યમાં સમ્યગ્દર્શન છે કે કેમ એની શંકા રહે છે. અર્થાત્ એ માણસમાં પ્રાયઃ સમ્યત્વ-ગુણ ન હોઈ શકે. માટે વિશેષરૂપે જે સાધર્મિકો આપત્તિમાં ફસાયેલા હોય, દારિદ્રથી ઘેરાયેલા હોય, રોગ-શોકથી સંતપ્ત હોય તે સાધર્મિકોનો ઉદારતાથી ઉદ્ધાર કરવો જોઈએ. તેમને આપત્તિમાંથી બચાવવા જોઈએ, તેમની દરિદ્રતા દૂર કરવી જોઈએ. તેમના રોગ-શોક દૂર કરવાના ઉપાય કરવા જોઈએ.
સાધર્મિક પ્રત્યે હાર્દિક પ્રીતિ હશે તો જ તેમની ભક્તિ થઈ શકશે. પ્રીતિ વિના ભક્તિ ન થઈ શકે. પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસન પ્રત્યે શ્રદ્ધાવિશ્વાસ રાખનારો શ્રીમંત હોય કે ગરીબ હોય, તેમના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે તો તેમના ધર્મશાસન પ્રત્યે પણ પ્રીતિ
માણા
૧૩૩
For Private And Personal Use Only