________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલો એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની ખાતર મેં મારા ઉપકારી પિતા સામે જંગ માંડ્યો છે... એ જંગમાં હું વિજયી બનું છું તો જિનમત વિજયી બને છે. મારા ગુરુદેવ વિજયી બને છે..
મારા એ પતિ, એમનો કુષ્ઠરોગ મટી જાય તો હું એમની સાથે વૈષયિક સુખો ભોગવી શકું.” આવી મારી કોઈ ભાવના નથી અને મને એવી વિષયવાસના સતાવતી પણ નથી, ગુરુદેવ! ભગવાન ઋષભદેવની એ પરમ કૃપા માનું છું. આપ ગુરુદેવનો દિવ્ય અનુગ્રહ માનું છું! હું બહુ જ સરળતાથી બ્રહ્મચર્ય પાળી શકું છું. એટલું જ નહીં, તેઓ પણ (ઉંબરાણા) નિર્વિકાર રહી શકે છે. જુઓ ને તેમનાં નયનોમાં એક પણ લીટી છે વિકારની? ગુરુદેવ! અવિલંબ મારા પર કૃપા કરો. ઉંબરરાણાનો કુષ્ઠરોગ મટવો જ જોઈએ.
પ્રભો! હું જાણું છું કર્મોનો સિદ્ધાંત. અશાતાવેદનીય કર્મનો ઉદય પ્રવર્તે છે તેમને. પણ એ કર્મનો ઉદય નિકાચિત નથી લાગતો. એ કર્મોદય પરાવર્તનશીલ હોઈ શકે છે. અશાતાવેદનીય કર્મ, શાતાવેદનીય કર્મમાં પરિવર્તન થઈ શકે. આપ કરી શકો! આપ શક્તિશાળી છો. વિશિષ્ટ જ્ઞાનીપુરુષ છો.”
૧૩૨
માણા
For Private And Personal Use Only