________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તખ્તનશીનો કેરી તુમાખી માંહી કૈંક તણાણી
તું ગાંડી બની એવું ગાજે ભલે રહે ના શાણી હે શુભદા મયણારાણી.
તું જિનમતનું કરજે પાલન દૃઢ બની મસ્તાની કર્મોના બંધોદયની વાર્તા હૃદયહૃદયમાં સમાણી હે શુભદા મયણારાણી.
તું આરાધ્ય જિનવાણી મીઠી, તું મુક્તિની એંધાણી આતમધ્યાનની કરતી રહેજે નિતનિત એ જ કહાની હે શુભદા મયણારાણી!
ગુરુદેવ! મારું મન એક જ વાતથી વલોવાય છે. નગરજનો જૈન ધર્મની નિંદા કરી રહ્યા છે. જૈન ધર્મના આરાધકોની નિરાધારતા પર અનુકંપા વરસાવી રહ્યા છે... પ્રભો! મને કુષ્ઠરોગી પતિ મળ્યો, એનું મને જરા ય દુ:ખ નથી. મારા પિતાએ મારા માટે જે વરની પસંદગી કરી તે મેં સહર્ષ સ્વીકારી છે. મને વૈષયિક સુખનું એવું કોઈ આકર્ષણ પણ નથી. વળી મારું ભાગ્ય કેવું ઉજ્જ્વળ છે કે એમને, ઉંબરરાણાને પણ વૈયિક સુખની કોઈ તીવ્ર ઇચ્છા નથી. તેમનું શરીર નીરોગી ન બને ત્યાં સુધી મને સ્પર્શ કરવાની પણ તેઓ ના પાડે છે. ગુરુદેવ! તેમની ઉદારતા તો કેવી અદ્ભુત છે... તેઓ મને લગ્નના બંધનમાંથી સહજભાવે મુક્ત કરી, હું કોઈ બીજા રાજકુમાર સાથે લગ્ન કરી વૈયિક સુખ ભોગવું - તેવો આગ્રહ કરે છે... પરંતુ મારી દૃઢ શ્રદ્ધા છે કે તેઓનો કુષ્ઠરોગ આપની જ કૃપાથી દૂર થશે. અને આપે જ ગુરુદેવે, જિનશાસનની નિંદા ન થાય, જિનશાસનની પ્રશંસા થાય, એની કીર્તિ વધે, એનો યશ વધે, તેવો ઉપાય કરવો પડશે.
ગુરુદેવ! આપ જિનમાર્ગના જ્ઞાતા છો. મોક્ષમાર્ગના જ્ઞાતા છો. આપ ઉત્સર્ગમાર્ગ જાણો છો, આપ અપવાદમાર્ગ જાણો છો... હે પરમગુરુ! આપ મહાન શક્તિઓના ધારક છો. હા, આપ આપના પ્રભાવને વિસ્તારવા માટે આપની યોગશક્તિઓનો ઉપયોગ ન કરો, તે ઉચિત છે; કે અમારા જેવા સામાન્ય સ્ત્રી-પુરુષોના ઔષધિપ્રયોગો ન કરો, એ આપની મર્યાદાઓ છે. આપ કોઈ સાવદ્ય-પાપયુક્ત પ્રયોગ ન કરો, એ પણ એટલું જ સાચું છે. પણ પ્રસંગ આવી ઊભો છે એક રાજકુમારીના સિદ્ધાંતનો! આપે જે
For Private And Personal Use Only
૧૩૧