________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સમ્યગ્દષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે, છતાં એ પાપકર્મોનો બંધ અલ્પ પ્રમાણમાં કરે છે.' આવું પ્રતિપાદન સર્વજ્ઞના શાસ્ત્રો કરે છે, એનું હાર્દ આ જ છે. જ્ઞાનદષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહો કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ વિષયરાગમાં તીવ્રતા ભળવા દેતી નથી. ષમાં તીવ્રતા ભળવા દેતી નથી. એ જ્ઞાનદૃષ્ટિ આ છે - વિષયો વિષ કરતાં ય વધુ ભયંકર છે. વિષ (ઝેર) એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેક ભવ અનેક જીવન બરબાદ કરે છે.
ઉપદેશ દેતાં દેતાં આચાર્યદેવે સહુથી પાછળ બેઠેલી મયણાસુંદરીને જોઈ. એની પાસે બેઠેલા એક તેજસ્વી પણ રુણ પુરુષને બેઠેલો જોયો. દેશના પૂર્ણ કરી. ગુરુદેવે મયણાને બોલાવી. ‘કુમારી! આજે કેમ એકલી આવી? તું તો હમેશાં રાજપરિવાર સાથે હાથી, ઘોડા ને પાલખીમાં આવતી હતી. તારી સાથે સૈનિકો અને પ્રબુદ્ધ પુરુષો આવતા હતા..'
‘ગુરુદેવ! રાજસભામાં પિતાજી સાથે વાદ-વિવાદ થયો... તેમનો અહંકાર ઓગાળવા અને સર્વજ્ઞસિદ્ધાંતને પાળવા માટે મેં આ કુષ્ઠરોગી પુરુષ સાથે લગ્ન કર્યો છે. ગુરુદેવ! નગરમાં શૈવ લોકો મારી તો નિંદા કરે જ છે, જૈન ધર્મની પણ નિંદા કરે છે. બોલે છે લોકો : “જુઓ, માણાએ જૈન ધર્મનો સિદ્ધાંત પકડી રાખ્યો તો એને કુષ્ઠરોગી પતિ મળ્યો! જ્યારે સુરસુંદરીને કેવો સોહામણો રાજકુમાર મળ્યો! કારણ કે એ શૈવમતને માનનારી રાજ કુમારી હતી... જિનમતમાં એવી કોઈ શક્તિ નથી... એવો કોઈ ચમત્કાર નથી કે જે કુષ્ઠરોગીને કામદેવ જેવો સુંદર કુમાર બનાવી દે!'
હે શુભદા મયણા રાણી અદીન રહીને કર્યા કરજે ગીતોની રસલહાણી હે શુભદા મયણારાણી! આભ તૂટે ને ધરણી ધ્રુજે, બને પવન તોફાની, ઝંઝાના તાંડવ પર ચઢજે ત્યજવી દુનિયા ફાની હે શુભદા મયણારાણી!
૧૩૦
મયણા
For Private And Personal Use Only