________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્ર... આંખોમાં કરુણા અને વાણીમાં માધુર્ય... એવા સાધુપુરુષને ઊભેલા જોયા. તેમણે તેમને કહ્યું :
વત્સ, હું કંઈ લેવા નથી આવ્યો, કંઈક કહેવા આવ્યો છું!” તમે કહ્યું : “મુનિવર, આપને જે કહેવું હોય તે કહો.” મુનિવરે કહ્યું : “વત્સ, વિષયસુખો હલાહલ ઝેરથી પણ વધુ ખતરનાક છે. ઝેર તો એક મૃત્યુ આપે છે. આ વૈષયિક સુખો સેંકડો જીવનોને દુઃખમય બનાવશે. સેંકડો મોતને કમોત બનાવશે. માટે પાછો વળ મારા પ્રિય બાળ! શાંત થા, સ્વસ્થ થા. જે વૈષયિક સુખ ભોગવવા તું તત્પર થયો છે તેનો ત્યાગ કર.”
આટલું કહીને “ધર્મલાભનો આશીર્વાદ આપીને એ સાધુ ચાલ્યા ગયા. હવે તમે શું કરશો? તમને એ વૈષયિક સુખમાં હલાહલ ઝેરનાં દર્શન થશે? તમારી ઉદ્દીપ્ત કામવાસનામાં તાલપૂટ વિષનાં દર્શન થશે? હા, મનની આંખો ખૂલી ગઈ હોય તો જ એ દર્શન થાય. એ દર્શન થયા પછી ગાત્રો શિથિલ થઈ જાય. શરીરે પરસેવો વળી જાય, આંખો ભયથી પહોળી થઈ જાય.
જ્ઞાની પુરુષોએ ખૂબ રાગથી સેવેલા-ભોગવેલા વિષયોને સેંકડો, હજારો જીવનોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયોનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય તો એ એ વિષયો એટલા બધા ભીષણ દુઃખદાયી નથી બનતા અને જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી.
પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આસક્તિથી બંધાય છે, તે તે વિષયો આપણા આત્માનું અહિત કરનારા બને છે, અર્થાત્ આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધ:પતન કરે છે.
જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ ત્યાં સુધી એ વિષયોનું સેવન તીવ્ર રાગથી ન કરીએ. રાગમાં તીવ્રતાને ન ભળવા દઈએ. “વિષયસંભોગમાં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્યદૃષ્ટિ ખૂલી ગયા પછી રાગમાં તીવ્રતા આવી શકતી નથી. “વિષયસંભોગ'ની ભૂખ સહન થતી નથી અને એ વિષયસેવન નાછૂટકે કરે છે, ત્યારે રાગ હોય, પરંતુ એ રાગમાં તીવ્રતા ન હોઈ શકે.
અયણ
૧૨૯
For Private And Personal Use Only