________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દેખાવાનું! ચામડાની આ આંખોથી નહીં, મનની આંખોથી ઝેર દેખાશે. ભાજનના પદાર્થમાં એકમેક થઈને ભળી ગયેલા ઝેરને ચર્મચક્ષુ જોઈ શકતી નથી. મનની આંખો, જ્ઞાનની આંખો જોઈ શકે છે. એ ભોજ્ય પદાર્થમાં મોતનાં દર્શન થાય છે. શરીર ધ્રુજી ઊઠે છે. શરીરે પસીને થઈ આવે છે, આંખોમાં ભય તરી આવે છે. તમે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના એ ભોજનનો ત્યાગ કરી દેવાના.
મને ઝેર દેખાતું નથી, આ તો મારાં સ્વજનો છે, તેઓ દગો કરે નહીં, આટલી બહુમૂલ્ય સામગ્રી ફેંકી કેમ દેવાય? આ તો કોઈએ ઝેરની ખોટી શંકા કરી હશે...' આવા તર્ક-વિતર્ક તમે કરો ખરા? “આમાં ઝેર છે કે કેમ?' એ જાણવા થોડું ખાવાનો પ્રયોગ કરો ખરા? જરાય નહીં. એ પદાર્થોને સ્પર્શ પણ ન કરો!
વૈષયિક સુખો પણ ઝરમિશ્રિત ભોજન જેવાં છે. એમાંય સ્ત્રી-પુરુષનું સંભોગસુખ તો હલાહલ ઝેર સાથે ઘોળાયેલું સુખ છે.
માનો કે કોઈ રૂપસુંદરી પ્રત્યે તમારા મનમાં અનુરાગ જન્મ્યો. એ રૂપસુંદરીને પણ તમારા પ્રત્યે અનુરાગ જન્મે, એમ તમે ઇચ્છો છો. એને અનુરાગી બનાવવા તમે અનેક પ્રયત્નો કરો છો. ક્યારેક કોઈ ઉદ્યાનના લતામંડપમાં એ મળી ગઈ કે કાશ્મીરની યાત્રામાં, શ્રીનગરની કોઈ રમણીય હોટલમાં મળી ગઈ, તમે એને મનાવી લેવા આદરપૂર્વક એની ખુશામત કરવા માંડી, એનો પડ્યો બોલ ઉપાડી લેવા તત્પર બન્યા. એનું એકાદું મીઠું સ્મિત, એના એકાદ બોલનો ટહુકો મેળવવા તમે તલપાપડ બન્યા અને ચાર-પાંચ દિવસની એ “સેવાભક્તિના અંતે એ પ્રિયતમાએ તમને હસીને બોલાવ્યા. વિભિન્ન હાવભાવ કરીને તમારા દિલને બહેલાવવા માંડ્યું. એની સુંદરતામાં તમે અભિવૃદ્ધિ જોઈ, તમારો સ્નેહસાગર ઊછળવા માંડ્યો. મોહનાં મોજાં આકાશમાં ઊછળવા લાગ્યાં. ' હવે દર્શન અને શ્રવણ પછી, રૂપસુંદરીના સ્પર્શની વાસના ભભૂકી ઊઠી. તમે દીન બનીને, ભિખારી બનીને, એના દેહસુખની યાચના કરી. એણે પોતાનાં તન-મન તમને સમર્પિત કરવાની તત્પરતા બતાવી, તમે મોહના ઉન્માદમાં નાચી ઊઠ્યા અને સંભોગસુખ માણવા આતુર બની ગયા.
તે વખતે તમારા શયનખંડના બારણે ટકોરા પડ્યા. “કોઈ આવ્યું!” એમ સમજીને તમે દ્વાર ખોલ્યું. સામે શ્વેત વસ્ત્રોમાં સજ્જ, હાથમાં દંડ અને
૧૨૮
માણા
For Private And Personal Use Only