________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક ૧૯
ઋષભપ્રાસાદની પાસે જ પૌષધશાળા આવેલી હતી. અને એ પૌષધશાળામાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ બિરાજમાન હતા. અમે - હું અને ઉંબરાણા ધીરે પગલે પૌષધશાળામાં પ્રવેશ્યાં. પૌષધશાળામાં ગુરુદેવનો ધર્મોપદેશ ચાલી રહ્યો હતો. આખો ખંડ શ્રોતાઓથી ભરાઈ ગયો હતો. અમે પણ સૌની પાછળ ચૂપચાપ બેસી ગયા અને ધર્મોપદેશ સાંભળવા લાગ્યાં.
વિષય ચાલતો હતો “મનુષ્યભવની દુર્લભતા'નો આ મનુષ્યજીવનમાં પ્રમાદનો ત્યાગ કરી, આત્મભાવમાં જાગ્રત બની ધર્મ-પુરુષાર્થ કરી લેવો જોઈએ. આત્મકલ્યાણ સાધવાની બધી જ સામગ્રી મનુષ્યને મળી છે, તે સામગ્રીનો સદુપયોગ કરી લેવો જોઈએ. પરંતુ સુખનો તીવ્ર રાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાતનો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગે છે તે સુખ ભલે ક્ષણિક હોય, તે ભોગવી લે છે. તે સુખ હલકી જાતનું હોય તો પણ તે ભોગવી લે છે. સુખની તીવ્ર ભૂખ વિષયસુખોની ક્ષણિકતાનો વિચાર નથી કરવા દેતી.
પરંતુ તે છતાં, તમને અત્યંત પ્રિય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન આપવામાં આવ્યું છે. તમે અત્યંત ક્ષુધાતુર પણ છો, ભોજનનો થાળ સામે છે; શ્રેષ્ઠ મીઠાઈઓ, પ્રિય વ્યંજનો, સ્વાદિષ્ટ ફરસાણ, મધુર શરબત-બધું સામે છે; પીરસનાર પ્રેમથી અને આગ્રહથી ભોજન પીરસે છે, તમે ખાવાની તૈયારી કરો છો ત્યાં તમારો વિશ્વાસપાત્ર અને નિકટનો મિત્ર દોડતો, હાંફતો તમારી પાસે આવે છે અને તમને કોળિયો મોંમાં નહીં મૂકવાનો ઇશારો કરી, તમને બહાર બોલાવે છે ને કાનમાં કહે છે : “આ ભોજનનો એક કણ મોઢામાં ન નાંખીશ. દગો થયો છે. આ ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે', આટલું કહીને તે ઝડપથી ચાલ્યો જાય છે.
કહો, તમે શું કરશો? એ પ્રિય, સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ ભોજન તમે કરશો? એ ભોજન પર તમારો રાગ ટકશે? ના, હવે એ ભોજનમાં તમને ઝેર
મયમા
૧૨૭
For Private And Personal Use Only