________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મયણા અને ઉબરરાણા!
પ્રભુમાં તન્મય બન્યાં...
બધું જ ભૂલીને પરમાત્મામાં લીન બન્યાં... હૃદયમાં અપૂર્વ આહ્લાદ પ્રગટ્યો!
તે જ વખતે પ્રભુના કંઠેથી પુષ્પમાળા નીકળી અને ઉંબર૨ાણા પાસે આવી. ઉંબરરાણાએ બે હાથે એ માળા ગ્રહણ કરી પોતાના કંઠમાં આરોપિત કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જ પળે, ભગવંતના હાથમાં રહેલું બીજોરાનું ફળ ઊડીને ઉંબરાણાના હાથમાં આવ્યું! ઉંબર૨ાણાએ હર્ષથી તે ગ્રહણ કર્યું.
આ વખતે મયણા કાયોત્સર્ગધ્યાનમાં હતી. તેણે ધ્યાન પૂર્ણ કર્યું... તે નાચી ઊઠી! પ્રભુનો આ પરમ પ્રસાદ! તેણે ત્યાં જ ઉંબરરણાના કાનમાં કહ્યું : 'મારા દેવ! આ પ્રભુકૃપા થઈ. તમારો કુષ્ઠરોગ હવે ગયો સમજો! પરમાત્માની કૃપાથી શું નથી થતું? વિષ અમૃત બને છે. અગ્નિ જળ બને છે! શસ્ત્ર સરળ દંડ બની જાય છે ને સર્પ દોરડું બની જાય છે!'
૧૨૭
માટે હે મારા કામદેવ! પરમાત્માની ખૂબ ભક્તિ કરો. એમની પૂજા કરજો. આ આપણને શુભનો સંકેત મળ્યો છે. ઉજ્જ્વલ ભવિષ્યનો નિર્દેશ મળ્યો છે. પરમાત્મઅનુગ્રહની એક ઝલક મળી છે.
હવે અહીંથી આપણે ગુરુદેવ પાસે જવાનું છે.
For Private And Personal Use Only
મા