________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસન પર એક સંભ્રાન્ત સ્ત્રી, નિશ્ચલ અને નિર્વિકાર દશામાં લીન છે. એની પાસેનો પુરુષ રુણ છે પણ નિર્મળ છે. દિવ્ય દૃષ્ટિમાં એ નિરતિશય કામદેવ છે! ઉજ્જયિનીનાં અનેક સેંકડો સ્ત્રી-પુરુષ ત્યાં સ્તબ્ધ બનીને બેઠા છે. એમને મયણાની પ્રભુશક્તિનો, પ્રભુભક્તિનો પ્રભાવ પ્રત્યક્ષ જોવો છે.'
મયણાએ કેશર, ચંદન, પુષ્પ અને કપૂર આદિ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરી. સુગંધી પુષ્પોથી ભરપૂર હાર તેણે પ્રભુના કંઠે પહેરાવ્યો. ત્યાર પછી ચૈત્યવંદન કર્યું. ભાવના ભાવી. કાયોત્સર્ગધ્યાન કર્યું.... અને ત્યાં મયણાએ પરમાત્માની સ્તવના શરૂ કરી :
શરણ એક તમારું સાચું જિનવર! બીજું બધું છે કાચું.. શરણ એક તમારું સાચું... ,
વાચાળ કરે છે ભક્તિ જિનવરી સ્તવના કરવી છે પલભર. હે આદિ તીર્થકર જગના
ગાવાં છે ગીત આજે મનભર. સંસાર-દુઃખથી પીડિત લોકો
આવે છે શરણે દોડી અનિમેષ નયને નિરખી તમને
પામે છે શાંતિ થોડી... જેઓ સાંભળે આપનાં વચનો
કર્મવન બાળી જાતાં નામમંત્ર તમારો જપતા
સર્વ સિદ્ધિ તે પાતા... તમ ભક્તિનું બખ્તર જે પહેરે,
વજ પણ તેને ન વધે, ત્રિશૂળ પણ છેદે ન તેને
જાય મુક્તિમાં તે સીધે... શરણ એક તમારું સાચું જિનવર! બીજું બધું છે કાચું..
માણો
૧૨૫
For Private And Personal Use Only