________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળોને વિકસાવતો અને જગતના જીવોને ચક્ષુ સમાન આ સૂર્ય ઉદય પામ્યો ત્યારે પૃથ્વી પર પ્રકાશ ફેલાયો.
મેં કહ્યું : “હે નાથ, આ તમારો અસલી ચહેરો નથી. તમે સ્વયં પોતાને જોઈ નથી શકતા. મારી આંખોથી એક વાર તમે તમને જુઓ, પ્રભુ!” અને ભક્તિભરપૂર નયનોથી મયણાએ દૂરથી જ પોતાના સ્વામીને અવિકલપણે પોતાના આંચલમાં બાંધી લીધા! અને પોતાના વલ્લભનો હાથ પકડી તે ગુફાના અંધકારમાં પ્રવેશી ગઈ. શ્રીપાલના શરીર પરના વ્રણો પર ધીરે ધીરે મયણા પુષ્પોની કળીઓથી સહેલાવવા લાગી.
ગુફામાં માત્ર બે જણાં હતાં.
મયણા, તમે કોણ છો? તમે મારી ભીતર એવી રીતે આવી ગયાં છો કે જાણે તમારા સિવાય અહીં બીજું કોઈ નથી! મારો જ આત્મા મને લારી રહ્યો છે.... નહિતર બીજું કોઈ અહીં શા માટે આવે? યાતનાઓનો આ દેશ માનવોથી ઘણો દૂર છે!”
“સાચું કહો છો સ્વામી, એક હું જ છું અહીં, બીજું કોઈ નથી. સ્વામી! મારા પોતાના જ સ્વરૂપને મળવા હું આવી છે અને એ પામીને હું ભરાઈ ગઈ છું! જનમજનમના મારા આ બધા ઘા, તમારા આ ઘાઓથી ભરાઈ ગયા છે. હું પૂર્ણકામ થઈ! હું પરિપૂરિત થઈ!'
મયણા! તમારી હથેલીઓનું ચંદન-કપૂર સહન નથી થતું. તે છતાં અતલમાં એવું કોઈ અગાધ સુખ છે... નિરાકુલ છે. તેને મારી ભીતર જ બધું પામી ગયો છું.... બહારમાં પામવાનું કંઈ બાકી રહેતું નથી. મયણા! ખરેખર તે અનન્યા છો! તારા સિવાય બીજું કોઈ નથી..” કંઈક સમય બધું મૌન પથરાયું. પાછી મધુર કંઠથી ચુપ્પી ભંગ થઈ. પછી સંકોચ શાને, મારા નાથ?” “મારી પાસે વક્ષ નથી, બાંહો નથી... દેહ જ નથી... દેવી!'
મારી બાંહો છે, મારું વક્ષ છે. મારું શરીર છે... હવે એ પરાયું નથી, દેવ! આપનું જ છે... આપનું જ રહેશે...!
નાથ! મારા અહંને તોડો અને ચાહો તો સોહં બનાવી લો! મારા વશમાં કંઈ જ નથી, બ!
તો ચૂપ રહો અને મને સહો!”
૧૧૮
માણા
For Private And Personal Use Only