________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું તું મારા દેહને જોઈ નથી રહી? તારે જોવાયોગ્ય મારો ચહેરો નથી, દેવી!”
આ તમારો અસલી ચહેરો નથી, નાથ! નહીં, તમે તમારો ચહેરો જોઈ નથી શકતા. મારી આંખોથી એક વાર તમે તમને જુઓ...”
‘દેવી, તમે ગમે તે કહો, હું તમારા માટે યોગ્ય નથી... મારા સંપર્કથી તમારો સ્વર્ણસમાન દેહ કદરૂપો બની જશે. તે રૂપે રંભા જેવી છે, મારા પરિચયથી તારું રૂપ નષ્ટ પામશે. માટે મનમાં જરાય શરમ રાખ્યા વિના તું તારી માતા પાસે જા અને બીજા દેવકુમાર જેવા રાજકુમાર સાથે લગ્ન કરી રાજ્યલક્ષ્મીને ભોગવ! દેવી વિષયસુખો ભોગવ. મારા બંધનથી તમને મુક્ત કરું છું.'
ત્યાં મયણા બોલી - એહ વચન કેમ બોલીએ રે લો, ઈણે વચને જીવ જાય રે વાલેસર, જીવ-જીવન તુમે વાલા રે લો, અવર ન નામ ખમાય રે, વાલેસર, પશ્ચિમ રવિનવિ ઉગમે રે લો, જલધિ ન લોપે સીમ રે, સતી અવર ઇચ્છે નહીં રે લો... જો જીવે તો સીમ રે, વાલેસર. ઉદયાચલ ઉપર ચઢ્યો રે લો, માનું રવિ પરભાવ રે વાલેસર, મયણા મુખ જોવા ભણી રે લો, શીલ અચલ અવદાત રે, વાલેસર. ચક્રવાક દુઃખ ચૂરતો રે લોલ, કરતો કમલ વિકાસ રે વાલેસર, જગલોચન જન ઉગિયો રે લો, પસર્યો પુહરી પ્રકાશ રે, વાલેસર. (ઉંબરરાણાને મયણા કહે છે)
હે વહાલેશ્વર! તમે આવાં વચન કેમ બોલો છો? આવાં વચનો સાંભળતાં તો મારો જીવ જાય. તમે મારા જીવનના સાથી છો, વહાલા સાથી છો. એટલે તમારા સિવાય બીજાનું નામ પણ જીવનસાથી તરીકે હું સહન કરી શકું નહીં.
હે નાથ! જેમ સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો નથી અને સમુદ્ર પોતાની મર્યાદા મૂકતો નથી, તેમ સતી સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી પરણેલા પતિ સિવાય બીજા કોઈ પુરુષને ઇચ્છે નહીં.
આવી અવિચલ ને ઉજ્જવલ શીલવાળી મયણાસુંદરીના મુખને જોવા જ જાણે. સૂર્ય પ્રભાત સમયે ઉદયાચલ પર્વત પર ચઢ્યો હોય, તેમ હું (કવિ) માનું છું!
આ પ્રમાણે ચક્રવાક ને ચક્રવાકીના વિરહનો નાશ કરનાર સૂર્ય-વિકાસી
મયમા
૧૧૭.
For Private And Personal Use Only