________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૧૭
ક્ષિપ્રા નદીનો તટ કોઢી-કાન્તાર રાતોરાત ઉત્સવના સ્વર્ગમાં બદલાઈ ગયો હતો. લોહી-પરુ ઝરતા શરીરવાળા સાતસો કોઢી કેશરિયા વેશમાં સામંત રાજા બની ગયા હતા. પ્રેમભરેલા કંઠોથી નગર-સ્ત્રીઓએ અને રાજ કન્યાઓએ વિવાહનાં ગીતો ગાયાં હતા. અને અનેકવિધ મંગલાચારમાં પોતાના હર્ષાશ્રુ સીંચ્યાં હતાં. રાજવાદ્યો વાગ્યાં હતાં, શંખધ્વનિ થયા હતા. અરણ્યોમાં પહેલાં હજારો વર્ષોનો અંધકાર ચૈતન્ય બની અંગડાઈ લઈ રહ્યો હતો.
વનફૂલોથી સજ્જિત પરિણયવેદીમાં, પોતાની ગળી ગયેલી આંગળીઓથી સૌંદર્ય સામ્રાજ્ઞી મયણાકુમારીનું પાણિગ્રહણ કરી, મહારાજા ઉંબરાણા ભીતરમાં જ કૃતજ્ઞતાનાં આંસુ વહાવી રહ્યા હતા. એમનું સુવર્ણખચિત ઉત્તરીય વસ્ત્ર ભીંજાઈ રહ્યું હતું. વિવિધ સુગંધિત અંગરાગને ભેદીને પણ એમની દેહદુર્ગધ બહાર ફૂટી પડી હતી. ઝૂકેલી આંખે મયણાએ શ્રીપાલને જયમાલા પહેરાવીને, મયણા એમનાં ચરણોમાં પડી ગઈ. શ્રીપાલનાં ચરણોની સાથે હૃદય પણ નમ્રીભૂત બની ગયું.
અરણ્ય-શિખર પર પ્રતિપદાનો પાંડુર ક્ષયી ચંદ્રમા ચાલતો ચાલતો અટકી ગયો. ગુફા-દ્વારના આમ્રતોરણની નીચે, ઉંબરરાણા અને મયણા કેટલોક સમય નિઃસ્તબ્ધ ઊભાં રહ્યાં... એ બે સિવાય ત્રીજું કોઈ ન રહ્યું ત્યારે ઉબરરાણાએ નીરવતાનો ભંગ કર્યો :
ભગવતી !' પરમ અનુકંપાથી ભર્યાભર્યા બે નયન ઉબરરાણાના વિદૂત ચહેરા પર વ્યાપ્ત થયાં.
મારા દેવ! મારા કામદેવ!' નહીં નહીં, કામદેવ નહીં, કોઢી કહ, દેવી...”
મારી અભીપ્સાનો ભંગ ન કરો, મારા દેવતા! મારા સ્વપ્નને તોડો નહીં!” મયણાનો ગંભીર ધ્વનિ ગુફામાં ફેલાયો.
૧૧૩
માણસા
For Private And Personal Use Only