________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મા
ઋષભદેવ ૫૨ પૂર્ણ વિશ્વાસ છે! મને મારા ગુરુદેવ મુનિચન્દ્રસૂરિ પર એકાંતિક શ્રદ્ધા છે... હું એમની શરણાગત છું... એ હવે મારી ચિંતા કરશે... મારે મારી ચિંતા નથી કરવાની!
અંતરના અંધારે નાથ
દીપ બનીને આવો નાથ! દીપ બનીને આવો નાથ! પ્રાણો છે પરવશ સૌ મારા આશ બનીને આવો નાથ... દીપ બનીને આવો નાથ! પ્રગટો દેવ! જીવન-અંધારે કર્મ-આતમના બંધિયારે કારાગારે મુક્તિનું સંગીત બનીને આવો નાથ... દીપ બનીને આવો નાથ... હૃદય-વ્યથાના પારાવારે વ્યાકુળતા કેરી મઝધારે તારક ધારક નાવિક થઈને
આવો મારા નાથ
મને કો સનાથ! અંતરના અંધારે નાથ દીપ બનીને આવો નાથ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૧૫