________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે નગરમાં ચાલ્યા જાઓ...” ઘણા લોકો ચાલ્યા ગયા. લલિતા ના ગઈ. મેં લલિતાને કહ્યું, “તું ચાલી જા અને મારી માતા રૂપસુંદરીને આશ્વાસન આપજે. એને કહેજે કે એની પુત્રી દુઃખી નથી... એને પસ્તાવો નથી.. એ એના લીધેલા માર્ગમાં દૃઢ છે.” - લલિતા પુનઃ આવવાનું કહીને ચાલી ગઈ.
હું ઉંબરરાણા સાથે અમારી ગુફામાં પ્રવેશી. ગુફાને પુષ્પોથી શણગારવામાં આવી હતી. સ્વચ્છ આસનો પાથરવામાં આવ્યાં હતાં. એમના સાથીદારોએ સ્વચ્છ પાણીનું માટલું મૂકેલું હતું અને બીજી બધી જ સગવડતાઓ ગોઠવી હતી. હું ગુફાના દ્વારે બેઠી હતી... મારા મનમાં વિચારોની વણઝાર ચાલી રહી હતી.
હું અગ્નિની સાક્ષીએ લગ્નની પવિત્ર ગાંઠે બંધાઈ છું. હું લગ્નબદ્ધ બની... મારા જીવન ફરતે લક્ષ્મણરેખા દોરાઈ ગઈ. મારે હવે નવા વાતાવરણમાં નવજીવન જીવી બતાવવાનું છે. મારે અહીં મારું નારીત્વ, સતીત્વ સતીનું જીવન જીવી બતાવવાનું છે. ગમે તેવા ઝંઝાવાત સામે અહીં મારે ટકી રહેવાનું છે. હવે મારે માત્ર મારો જ નહીં, આ મારા કુષ્ઠરોગી પતિનો પણ વિચાર કરવાનો છે. હું આજે જીવનના એક ખડકની ભેખડ. પર ઊભી છું. સામે જ ઘૂઘવતો દરિયો છે. નવા પવનના સુસવાટો છે. ઝંઝાવાત છે. વાવાઝોડા સામે ટક્કર ઝીલીને મારે ઝઝૂમવાનું છે. વરધીર બનીને જીવી બતાવવાનું છે. મારા સતીત્વની રક્ષા કરવાની છે. નારીજીવનનાં ચિરંતન મૂલ્યોની સાચવણી કરવાની છે. વળી, હું કોઈ મહાન નારી નથી. સામાન્ય રાજકન્યા છું અને હવે તો એક ઘરબાર વિનાના, ધરતી પર ભટકતા એક કુષ્ઠરોગી પુરુષની પત્ની માત્ર છું.”
હું કર્તવ્યવિમુખ નહીં બનું. શ્રદ્ધાથી ભરી ભરી બની, સૌપ્રથમ મારા પતિને કુષ્ઠરોગથી મુક્ત કરવાનું કામ મારે કરવાનું છે. મારી પ્રભુપ્રીતિ, મારી પરમાત્મભક્તિ, મારી ગુરુશ્રદ્ધા ને ગુરુસેવા... આ બધી મહાન શક્તિઓ મને ભારે હિંમત બક્ષે, એવી મારી મનોકામના છે.
અને છતાંય, સમયનાં પેલાં પ્રબળ પરિબળો ય મને ડરાવી રહ્યાં છે. મનમાં ઊઠતા ઝંઝાવાત સમા વિચારોનાં તોફાનો.... શું મારી હયાતીને, મારા અસ્તિત્વને ઉખેડીને ફેંકી દેશે? આ જોરદાર પ્રતિકૂળ પ્રવાહમાં ખેંચાઈ-ઘસડાઈને ડૂબી તો નહીં જાઉં? ના, ના, મને મારા ભગવાન
૧૧૪
મયા
For Private And Personal Use Only